કોંગ્રેસ દ્વારા વીજ બિલ માફ કરવા ની માંગ સાથે વિરોધ કરાયો


આજ રોજ ગાંધીધામ માં ઝંડા ચોક મધ્યે કોંગ્રેસ દ્વારા કોરોના ના ને કારણે જ લોક ડાઉન ના સમય ગાળા નું વીજળી બિલ માફ કરવા ની માંગણી સાથે વીજ બિલ નું હોળી કરી ને દહન કરવામાં આવ્યું હતું. અને માંગ કરી હતી કે હાલ માં કોરોના ન કારણે લોકો ની આર્થિક રીતે કમ્મર ભાંગી ગઈ છે ત્યારે વીજ કંપની દ્વારા અઢી થી ત્રણ મહિના બાકી રહી ગયેલા ચડત બિલ આપવામાં આવી રહ્યા છે, જેમાં યુનિટ વધારે હોવાથી લોકો ને વધુ રકમ ના બિલ મળી રહ્યા છે કેમ કે જેમ યુનિટ વધે તેમ યુનિટ દીઠ ભાવ પણ વધી જાય છે, જેથી લોકો ને બમણો માર સહન કરવો પડે છે, જેથી કોંગ્રેસ દ્વારા લોક ડાઉન ના સમય ગાળા નો વીજ બિલ માફ કરવા ની માંગ ગુજરાત સરકાર પાસે કરી છે. આ કાર્યક્રમ માં શહેર પ્રમુખ સંજય ગાંધી જિલ્લા કોંગ્રેસ ના ઉપ પ્રમુખ ચેતન જોશી, ખજાનચી ભરત ગુપ્તા, મંત્રી કપિલ પાંધી, બળદેવ સિંહ ઝાલા, દશરથસિંહ ખાંગારોટ, લતીફ ખલીફા, પરબત રબારી, મહિલા કોંગ્રેસ ના ડિમ્પલ આચાર્ય, રાધસિંહ ચૌધરી હાજર રહ્યા હતા.

Comments