ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સંસ્કારનગર મધ્યે એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ.માં નુકશાન કરી ચોરીના પ્રયાસનો વણશોધાયેલ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી પશ્ચિમ કચ્છ ભુજ એલ સી.બી. "
દરમ્યાન એલ.સી.બી.ના કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , સંસ્કારનગર મધ્યે આવેલ એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ.માં ફાયરીંગ કરી એ.ટી.એમ.ને નુકશાન પહોંચાડી ચોરી કરવાનો પ્રયત્ન કરેલ જે આરોપી કલ્પેશ દેવેન્દ્રભાઇ માણેક તથા તેનો માણસ ઇમામ સમા છે , અને હાલે આ કલ્પેશ જી.કે. જનરલ હોસ્પીટલમાં દાખલ છે . જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી જી.કે. જનરલ હોસ્પીટલમાં આવી તપાસ કરતા કલ્પેશ દેવેન્દ્રભાઇ માણેક , ઉ.વ .૪૪ , રહે.સરકારી નર્સરીની બાજુમાં , સરકારી વસાહત ભેજવાળો મળી આવતા તેને એલ.સી.બી. ઓફીસે લાવી યુકતિ પ્રયુકતિથી પુછ પરછ કરતા સદરહુ ગુનાની કબુલાત કરેલ હોય આરોપીની સી.આર.પી.સી. કલમ - ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે .
Comments
Post a Comment