કચ્છમાં રવિવારે કોરોનાના 10 કેસ

ભુજઃ કચ્છમાં આજે કોરોનાના સામટાં 10 પોઝીટીવ કેસ નોંધાયા છે . 10 કેસમાં ભુજ BSF માં ફરજ બજાવતાં 4 જવાનો સહિત મુંદરા તાલુકાના 3 , ગાંધીધામના 2 અને માંડવીના બિદડાના 1 દર્દીનો સમાવેશ થાય છે . ગાંધીધામમાં તાજેતરમાં કોરોના પોઝીટીવ જાહેર થયેલાં ન્યાયાધીશના 44 વર્ષિય પત્ની અને તેમના 12 વર્ષના પુત્રના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે . મા - દીકરાને જે - તે સમયે ગાંધીધામ સર્કિટ હાઉસમાં જ ક્વૉરન્ટાઈન કરાયાં હતા .

આજના વધુ 10 કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ દર્દીનો આંકડો દોઢસોને પાર થઈ 153 પર પહોંચ્યો છે . જે પૈકી 98 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરી દેવાયાં છે . હાલ જિલ્લામાં એક્ટિવ પોઝીટીવ કેસ 41 છે . જ્યારે , 8 દર્દીના મોત નીપજી ચૂક્યાં છે 

Comments