2 PI અને 1 PSI ની કચ્છબહાર બદલી સામે 1 PI અને 6 PSI ની કચ્છમાં નિમણૂક

ભુજઃ છેલ્લાં બે દિવસ દરમિયાન રાજ્યના પોલીસ વડાએ વિવિધ પીઆઈ - પીએસઆઈની બદલીનો ગંજીફો ચીપ્યો છે . જે અંતર્ગત ગત સાંજે ભુજ બી ડિવિઝન પીઆઈ આર.એન.ખાંટની આણંદ અને પૂર્વ કચ્છ એલસીબી પીઆઈ ડી.વી.રાણાની એસીબીમાં બદલીના હૂકમ થયાં હતા .
આજે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પીએસઆઈ મહેન્દ્રકુમાર કેશુજી વાઘેલા , મનોજકુમાર મુળશંકર જોષી , પાલુભાઈ કાનાભાઈ ગઢવી , નરેન્દ્રસિંહ ભીખુભા ઝાલાની પૂર્વ કચ્છમાં બદલી કરાઈ છે . જ્યારે , અમદાવાદ શહેર પીએસઆઈ સુરેન્દ્રસિંહ રવુભા જાડેજા , મોરબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ગિરીશ વરજાંગભાઈ વાણિયા અને એસીબીમાં પીઆઈ તરીકે ફિરજ એમ.બી.જાનીની પશ્ચિમ કચ્છમાં ટ્રાન્સફર કરાઈ છે . એ જ રીતે , ભુજ બી ડિવિઝનમાં ફરજ બજાવતાં પીએસઆઈ અશોક એન . ભટ્ટની બજાવતા અમદાવાદ શહેરની બદલી કરાઈ છે .

Comments