ગુજરાતમાં ફરીથી લોકડાઉં નહિ લંબાવાઈ : લોકોમાં થતી ચર્ચા પર ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પૂર્ણવિરામ મૂક્યું અફવા વધુ ના ફેલાય તે માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પોતે સ્પષ્ટતા કરવી પડી છે.

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં લોકડાઉન લંબાવવાને લઇને લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે. ત્યારે અફવા વધુ ના ફેલાય તે માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ચોખવટ કરી છે છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજના 400થી વધુ કેસો આવી રહ્યા છે. આ દરમિયાન લોકચર્ચા થઈ રહી છે કે કોરોનાના કારણે લોકડાઉન લંબાવી શકાય છે. ત્યારે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરીથી લોકડાઉનની અફવા પર પુર્ણવિરામ મુકી દીધું. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં ફરી લૉકડાઉન થવાનું નથી. સોશિયલ મીડિયામાં  ચાલી અકિલા રહેલી વાત માત્ર અફવા છે.  અમદાવાદના કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોનાના કેસોમાં વધારો થતા લોકડાઉન લંબાવ્યું છે. અમદાવાદના કન્ટેન્મેન્ટ  ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન વધારવામાં આવ્યુ છે. 30 જૂન સુધી કન્ટેઇનમેન્ટ  ઝોનમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, દુકાનો બંધ રહેશે.  જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે. લૉકડાઉન સાથે કલમ 144 પણ લાગુ રહેશે.

Comments