ચાઇનિઝ એપ્સ પર પ્રતિબંધ / ટિક ટોક, હેલો, શેયર ઇટ અને યુસી બ્રાઉઝર સહિત 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ
- સરકારે કહ્યું- ચીનની આ એપ્સથી દેશની સુરક્ષા અને એકતા માટે ખતરો છે
- એપના ઉપયોગથી લોકોની પ્રાઇવેસી પર ખતરો, ઘણી ફરિયાદો મળી હતી- સરકાર
નવી દિલ્હી. કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સની યાદીમાં ટિક ટોક અને યુસી બ્રાઉઝર પણ સામેલ છે. સરકારે આદેશમાં કહ્યું કે અમે એ 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ભારતની એકતા અને સુરક્ષા માટે ખતરો છે.આઇટી એક્ટના રૂલ 69એ અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલયે અલગ અલગ ખતરાને ધ્યાનમાં રાખીને 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય અંગેશેરચેટના પબ્લિક પોલિસી ડિરેક્ટર બેરગેસ માલુ એ જણાવ્યું કે, પ્રાઈવસી, સાયબર સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો ધરાવતા પ્લેટફોર્મ સામે સરકારનું આવકાર્ય પગલું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે.
સરકારે ચીની એપ્સ પર પ્રતિબંધ માટે 7 કારણ આપ્યા, 7 વખત 7 વખત સમ્પ્રભૂતા અને એકતાનો ઉલ્લેખ
- સરકારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69એ હેઠળ આ ચીની એપ્સને પ્રતિબંધિત કરી છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ એપ્સ જે પ્રવૃત્તિઓમાં સામેલ છે તે ભારતની સુરક્ષા, સમ્પ્રભૂતા અને એકતા માટે જોખમી છે.
- કેટલાક દિવસથી 130 કરોડ ભારતીયોની પ્રાઈવેસી અને ડેટાની સુરક્ષાને લઈ ચિંતા જાહેર કરવામાં આવી હતી તેમા કહેવામાં આવ્યું હતું કે આ એપ્સથી સમ્પ્રભૂતા અને એકતા માટે ખતરો છે.
- માહિતી અને પ્રસારણ મંત્રાલયને મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર કેટલીક મોબાઈલ એપુ્સનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે. તે એપ્સ છાનામાના અને ગેરકાયદેસર રીતે યુઝરના ડેટાની ચોરી કરી ભારતની બહાર સર્વર પર મોકલે છે.
- ભારતની સુરક્ષા અને ડિફેન્સ માટે આ પ્રકારના જમા કરવમાં આવેલ ડેટા દુશ્મન પાસે પહોંચી જવા તે ચિંતાની વાત છે. તે ભારતની એકતા અને સમ્પ્રભૂતા માટે જોખમ છે. તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને તેમા તાત્કાલિક પગલાં ભરવાની જરૂર હતી.
- ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર, ગૃહ મંત્રાલયને પણ આ પ્રકારના એપ્સને તાત્કાલિક પ્રતિબંધ મુકવા ભલામણ મોકલવામાં આવી હતી. કેટલીક એપ્સ અન ેતેના ખોટા ઉપયોગને લઈ લોકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોમ્પ્યુટર ઈમર્જન્સિ રિસ્પોન્સ ટીમને પણ ડેટા ચોરી અને પ્રાઈવેસીને લઈ જોખમ હોવાની ફરિયાદ કરી હતી.
- સંસદની બહાર અને અંદર પણ આ પ્રકારની એપ્સને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતની પ્રજા પણ સતત આ એપ્સની વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરતી હતી. કારણ કે તે દેશની સમ્પ્રભૂતા અને નાગરિકોની પ્રાઈવેસીને જોખમ છે.
- આ તમામ ફરિયાદો અને વિશ્વસનીય માહિતીને આધારે અમને માલુમ પડ્યું છે કે એપ્સ દેશની એકતા અને સમ્પ્રભૂતા માટે ખતરો છે. સરકારે નિર્ણય કર્યો છે કે આ એપ્સને મોબાઈલ અને ઈન્ટરનેટથી ચલાવતા ઉપકરણ પર ઉપયોગ કરવો પ્રતિબંધ રહેશે. ઈન્ડિયન સાઈબરસ્પેસની સુરક્ષા અને સમ્પ્રભૂતા માટે આ નિર્ણય કરાયો છે.
Comments
Post a Comment