કચ્છ જીલ્લામાં આજે કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાયા છે

ભુજ
કચ્છ જીલ્લામાં આજે કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં એક 47 વર્ષીય યુવાન પોઝીટીવ આવેલ છે જે અમદાવાદથી ભુજ આવેલ છે જ્યારે અન્ય એક કેસમાં ભચાઉના લાકડીયાની 23 વર્ષીય યુવતીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.
આ અંગે જીલ્લા વિકાસ અધીકારી પ્રભવ જોષીએ  જણાવ્યુ હતું કે આજે કચ્છ જીલ્લામાં બે પોઝીટીવ કેસો નોંધાયા છે જેમાં ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા 47 વર્ષીય જીગર ભટ્ટ નામના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે તે ડ્રાયવર છે અને થોડા દીવસ પહેલા અમદાવાદ ગયો હતો.તેને બે ત્રણ દિવસથી તાવ અને શરદીની ફરીયાદ હોતા તેના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ જેમાં આજે તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.આ યુવાન પહેલાથી જ આરોગ્ય વિભાગની રડારમાં હોવાનું જીલ્લા વિકાસ અધીકારીએ જણાવ્યુ હતું.
આ ઉપરાંત અમદાવાદથી લાકડીયા ખોડાસર આવેલી 23 વર્ષીય પરમાર ઉષાબેન નામની 23 વર્ષીય યુવતીનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે આ યુવતી પણ તાજેતરમાં જ અમદાવાદથી કચ્છ આવી હતી.

Comments