કરછ આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું કરછ જિલ્લા કલેકટર ને / મોરિરીદાસ દ્વારકાધીશ ના મંદિરે આવી દર્શન કરી માફી માંગે

સમસ્ત આહીર સમાજના ઈષ્ટ દેવ જગત ગુરૂ શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તેમના પરિવાર અને દ્વારકા નગરી વિષે બેફામ વાણી વિલાસ કરનાર મોરારિદાસ હરીયાણી વિરુધ્ધ કાર્યવાહી કરવા બાબત .


જય ભારત સાથે ઉપરોક્ત વિષયે જણાવવાનું કે , ગુજરાતના સુપ્રસિધ્ધ કથાકાર મોરારીદાસ હરીયાણી દ્વારા અન્ય રાજમાં કથા દરમિયાન વ્યાસ પીઠ ઉપરથી મારી મચોડીને રામ કથામા જે બાબતોનો ક્યાય ઉલેખ પણ નથી . તેવા ગંભીર અને અભદ્ર શબ્દો શ્રી કૃષ્ણ , બલરામજી અને તેમના પરિવાર જનો તેમજ પવિત્ર દ્વારકા નગરી વિશે છેડતી કરવું , દારૂ પીવો , અને બલરામજી ૨૪ કલાક દારૂ પિતા એવું સંબોધન મોરારિદાસ હરીયાણી દ્વારા કરવામા આવેલ છે જે આસ્થા ચેનલ દવારા લાઈવ પ્રસારિત કરવામાં આવેલ છે . જેના થી સમસ્ત આહિર યાદવ સમાજ ની લાગણીને ઠેસ પહોચાડેલ છે . તથા સમસ્ત હિન્દુ સમાજની પણ લાગણી દુભાયેલ છે . જેના કારણો સમસ્ટ કૃષ્ણ ભકતો ને ખુબજ આધાત લાગ્યો છે .
મોરારીદાસ હરિયાણી રામ કથાના કથાકાર હોય જેથી કથા દરમિયાન તેઓએ રામ કથા કે રામાયણના પ્રસંગો કે પાત્રોનું વર્ણન કરવાનું હોય છે . જેમના બદલે રામાયણ કથા સિવાય ના પ્રસંગો આ કથા દરમિયાન વ્યાસ પીઠ ઉપરથી સંબોધવામાં આવેલ જેમાં મોરારીદાસ હરીયાણી એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા નગરીમાં ધર્મનું પાલન કરવામાં સંપુર્ણ નિષ્ફળ નીવડેલ હતા . તેમજ શ્રી કૃષ્ણ ભગવાન ના પુત્ર દારૂ પિતા , છેડતી કરતા . તેમજ ન કહી શકાય તેવા કામો કરતા ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનના ભાઈ બલરામજી ૨૪ કલાક દારૂ પિતા હતા એવું સંબોધન કરવામાં આવેલ હતું .ઉપર જણાવેલ તમામ બાબતો મોરારી દાસ હરીયાણી દ્વારા ઉપજાવી કાઢેલ છે જેનો શાસ્ત્રો મા પણ કયાય ઉલ્લેખ જોવા મળતો નથી . જેથી આ બાબતે ભારતના તમામ કૃષ્ણ ભક્તો એ ઠેર ઠેર જગ્યાએથી વિરોધ થયેલ છે . તેમજ ઘણા સમયથી મોરારીદાસ હરીયાણી ને શ્રી કૃષ્ણ ભકતો દવારા દવારકા આવીને શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી તેમજ પવિત્ર દ્વારકા નગરીની પણ માફી માગવી એવી સર્વ ધર્મપ્રેમી જનતાની માગણી છે . પરંતુ ધણા સમયથી આ બાબતે યુવાનો દ્વારા કરવામાં આવેલ માગણીને મોરારીદાસ હરિયાણી દવારા નજર અંદાજ કરવામાં આવી ને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપેલ નથી . જથી હાલના સમયમાં મોરારીદાસ હરીયાણી પ્રત્યે બધાને ખુબજ નફરત અને રોષ ની લાગણી જોવા મળે

Comments