ધોરણ 10 નું પરિણામ કાલે 9/6/2020 જાહેર થશે ઓનલઈન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા , ધોરણ -10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ -2020 ના ઉમેદવારોનું પરિણામ તા . 09 / 06 / 2020 ને મંગળવાર ના રોજ સવારે 08-00 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે જેની વાલીઓ / વિદ્યાર્થીઓએ નોંધ લેવી . વધુમાં જણાવવાનું કે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ -2020 ના ઉમેદવારોના ગુણપત્રકોના વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સૂચનાઓનો પત્ર અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિતોને જાણ કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી .


Comments
Post a Comment