કચ્છના માંડવીમાં મેઘો ઓળઘોળ, દરિયાકાંઠાનું શહેર 26 કલાકમાં ધોધમાર 10 ઇંચ વરસાદથી જળબંબાકાર
- કચ્છના માંડવીમાં આજે સવારે બે કલાકમાં 4.1 ઇંચ
- વરસાદ ખાબક્યો
- ગઇ કાલે માંડવીમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો
. સામાન્ય રીતે કચ્છમાં સત્તાવાર ચોમાસું કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી શરૂ થયા છે. પરંતુ છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લામાં મેઘો ઓળઘોળ થયો હોય તેવો માહોલ સર્જાયો છે. ગઇ કાલે કચ્છના માંડવીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ બે કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સવારે 6થી 8 વાગ્યા સુધીમાં માંડવીમાં 4.1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ છેલ્લા 26 કલાકમાં માંડવીમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાનાકારણે દરિયાકાંઠે વસેલા માંડવી શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે.
જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર
કચ્છ જિલ્લના અનેક વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી છે. આજે સવારે કચ્છના અબડાસા, મુંદ્રા, નખત્રાણામાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાવણી લાયક વરસાદના પગલે જગતનો તાત ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો.

Comments
Post a Comment