અનલોક-1 કોરોનાના કહેરને લઇ સાળંગપુર, વીરપુર, તુલસીશ્યામ અને સૌરાષ્ટ્રના સ્વામિનારાયણ મંદિરો હજુ પણ બંધ
- વીરપુરનું જલારામબાપા મંદિર 15 જુનથી ખુલશે
- તુલસીશ્યામ મંદિર એક મહિના બાદ ખુલશે
- સ્વામિનારાયણ મંદિરો 17 જુનથી ખુલશે
કોરોનાના કહેરને પગલે દેશ અને દુનિયામાં ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા છે. જો કે અનલોક-1 લાગુ કરીને સરકાર દ્વારા ફરીથી તેને ધમધમતા કરવા પ્રયાસ કરાયો છે. તેવામાં ધાર્મિક સ્થાનોને પણ 8 જુનથી ખોલવાની સરકારે છૂટ આપી હતી. જો કે વીરપુરનું જલારામબાપાનું મંદિર, તુલસીશ્યામ મંદિર અને સૌરાષ્ટ્રમાં આવેલા સ્વામિનાયણ મંદિર હજુ સુધી ખુલ્યા નથી. વીરપુરનું જલારામબાપાનું મંદિર 15 જુને, સ્વામિનારયણ મંદિરો 17 જુને અને તુલસીશ્યામ મંદિર 1 મહિના બાદ ખુલશે.
વીરપુરમાં જલારામબાપાનું મંદિર 15 જુને ખુલશે
યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિરના ભક્તોએ હજુ દર્શન માટે રાહ જોવી પડશે. જલારામ મંદિર 15 જુને ખુલશે. સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. જલારામબાપાના દર્શન કરવા માટે સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોર બાદ 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો સમય રહેશે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરમાં 10 વર્ષથી નીચેના અને 60 વર્ષથી ઉપરના લોકોને પ્રવેશ મળી શકશે નહીં. તેમજ કોઇ પણ જાતનો પ્રસાદ મંદિરમાં લાવવો નહીં. મંદિરનું ભોજનાલય બંધ રહેશે. લોકોએ પોતાના બૂટ-ચપ્પલ અને મોબાઇલ વગેરે વસ્તુ મંદિરની બહાર મુકીને દર્શન માટે આવવાનું રહેશે તેવો મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવેલા સ્વામિનારાયણ મંદિરો 17 જૂન બાદ ખુલશે
વડતાલ મેનેજિંગ ટ્રસ્ટ દ્વારા સરકારે ગાઈડલાઈન મુજબ મંદિર ખોલવાની 8 જૂને છૂટ આપી છે. પરંતુ કોરોના મહામારીના કારણે અચાનક સેંકડો કેસ વધ્યા છે. ભયજનક જણતા વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાના મંદિરો સાળંગપુર(શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા) અને રાજકોટમાં આવેલ સ્વામીનારાયણ મંદિરો 17 જૂન સુધી ન ખોલવા નિર્ણય લીધો છે. હરિભક્તોને સંયમ રાખવા વિનંતી કરી છે. ત્યારબાદ મંદિર ખુલે ત્યારે ઓનલાઈન કે સરકારની ગાઈડલાઈન મુજબ ફક્ત 20 દર્શનાર્થીઓને મંદિર પ્રવેશ અપાશે. દર્શનાર્થીઓએ માસ્ક વગર કે સેનિટાઈઝ થયા વગર મંદિરમાં પ્રવેશ કરવો નહી તેવી સૂચના આપવામાં આવી છે.તુલસીશ્યામ મંદિર વધુ 1 મહિના સુધી નહિં ખુલે
સૌરાષ્ટ્રના ગીર જંગલો વચ્ચે આવેલું તુલસીશ્યામ મંદિર હજુ એક મહિના સુધી ખુલશે નહિં. તુલસીશ્યામ ટ્રસ્ટ યોજવામાં આવેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શનાર્થીઓનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુરૂપૂર્ણિમા ઉત્સવ પણ રદ્દ કરવામાં આવ્યો છે. એક મહિના બાદ મંદિર ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.સૌરાષ્ટ્રનાંઆ મંદિરો હજુ પણ બંધ રહેશે
- જૂનાગઢ ભવનાથ મંદિર 15 દિવસ પછી ખુલશે
- રાજકોટ ઈસ્કોન મંદિર 14મીથી ખુલશે
- બગદાણા ગુરૂ આશ્રમ એક મહિના માટે બંધ
- ધ્રંગ મેકરણ દાદા મંદિર 1 જૂલાઈ સુધી બંધ રહેશે
- ગઢડા ગોપીનાથજી મંદિર 17મી સુધી બંધ રહેશે


Comments
Post a Comment