ન્યાયાલયના કર્મીઓ અને આર. એન્ડ બી.ના અધિકારી ક્વોરન્ટાઇન



ગાંધીધામ. વડોદરાથી 18મી જૂનના બદલી થઇને ગાંધીધામ આવેલા જજ કલ્પેશ ત્રિવેદી સર્કીટ હાઉસમાં રહેતા હતા. 23મી જૂનના તેમનું સેમ્પલ લેવામાં આવ્યું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટાઇન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાલુકા હેલ્થ ઓફિસર દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું કે, જજ ત્રિવેદીને 23મી જૂને તાવ, શરદી જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું.

સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના પરિવારને સર્કીટ હાઉસમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આર. એન્ડ બી.ના અધિકારીને પણ સર્કીટ હાઉસમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે અદાલતના ચાર કર્મચારીઓને લીલાશાહ કુટીયા ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.





Comments