PMએ 19 જૂને સર્વપક્ષની બેઠક બોલાવી, રાજનાથ સિંહે કહ્યું- ગાલવનમાં સૈનિકોની શહીદી ખૂબ જ દુ:ખદ
- રાજનાથ સિંહે કહ્યું- રાષ્ટ્ર આ કપરા સમયમાં શહીદોના પરિવારની સાથે છે
- 15-16 જૂનની રાતે લગભગ 12 વાગ્યે લદ્દાખની ગાલવન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી
નવી દિલ્હી. ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણના લગભગ 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે ગાલવનમાં સૈનિકો ગુમવવા તે ખૂબ જ હેરાન કરનારી અને દુ:ખદ બાબત છે. આપણા સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું અને ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરાને નિભાવતા તેમના જીવનનું બલિદાન આપ્યુું છે. રાષ્ટ્ર તેમની વીરતા અને બલિદાનને ક્યારેય ભૂલશે નહિ.
રાજનાથે કહ્યું કે મારી સંવેદનાઓ શહીદ થનાર સૈનિકોના પરિવારોની સાથે છે. રાષ્ટ્ર આ કપરા સમયમાં તેમની સાથે છે. અમને ભારતના વીરોની વીરતા અને સાહસ પર ગર્વ છે.
સોમવારે રાતે થઈ હતી હિંસક અથડામણ
15-16 જૂનની રાતે લદ્દાખમાં 14 હજાર ફુટ ઉંચી ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હુમલો પથ્થરો, લાકડીઓ અને ધારદાર ચીજોથી કરવામાં આવ્યો હતો. ભારતના કમાન્ડિંગ અધિકારી સહિત 20 જવાનો શહીદ થયા હતા, જ્યારે 135ને ઈજા થઈ છે. જોકે 4ની સ્થિતિ ગંભીર છે.
ચીનના પણ 40થી વધુ સૈનિકો મૃત્યુ પામ્યા
ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ ચીનના 40થી વધુ સૌનિકોના મોત થયા છે, જેમાં યુનિટના કમાન્ડિંગ અધિકારી પણ સામેલ છે. આ અધિકારી ચીનના તે યુનિટનો હતો જેણે ભારતીય જવાનો સાથે હિંસક અથડામણ કરી હતી.
Comments
Post a Comment