ગુજરાત રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22068 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો
- અમદાવાદમાં 330, સુરતમાં 86, વડોદરામાં 39, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 7 કેસ
- મહેસાણા અને આણંદમાં 5-5, ભાવનગર, જામનગર અને જુનાગઢમાં 3-3 કેસ
- બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા, દાહોદમાં 2-2 કેસ
- ચમહાલ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને નર્મદામાં 1-1 કેસ
અમદાવાદ. રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 513 કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીના મોત થયા છે તો 366 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યારસુધીમાં રાજ્યમાં સંક્રમણના કુલ 22,068 કેસો નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1385 પહોંચ્યો છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ 15,109 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
24 કલાકમાં ક્યાં કેટલા કેસ
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 330, સુરતમાં 86, વડોદરામાં 39, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 7, મહેસાણા અને આણંદમાં 5-5, ભાવનગર, જામનગર અને જુનાગઢમાં 3-3, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા, દાહોદમાં 2-2, પંચમહાલ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને નર્મદામાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે.શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 15,635 1117 10,875 સુરત 2367 90 1584 વડોદરા 1434 43 900 ગાંધીનગર 445 19 209 ભાવનગર 158 12 115 બનાસકાંઠા 147 8 105 આણંદ 124 12 99 અરવલ્લી 132 11 117 રાજકોટ 140 5 81 મહેસાણા 170 8 102 પંચમહાલ 110 13 83 બોટાદ 60 2 55 મહીસાગર 116 2 107 પાટણ 107 8 77 ખેડા 101 5 64 સાબરકાંઠા 133 5 92 જામનગર 71 3 45 ભરૂચ 69 4 37 કચ્છ 95 5 68 દાહોદ 48 0 34 ગીર-સોમનાથ 49 0 45 છોટાઉદેપુર 39 0 32 વલસાડ 57 3 30 નર્મદા 24 0 19 દેવભૂમિ દ્વારકા 15 0 12 જૂનાગઢ 42 1 28 નવસારી 35 1 24 પોરબંદર 14 2 9 સુરેન્દ્રનગર 61 3 33 મોરબી 6 1 4 તાપી 6 0 5 ડાંગ 4 0 2 અમરેલી 19 2 9 અન્ય રાજ્ય 35 0 8 કુલ 22,068 1385 15,109
Comments
Post a Comment