રાજ્યપાલ આનંદીબેન પટેલને ઉત્તરપ્રદેશની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો
મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન 11 જૂનથી હોસ્પિટલમાં દાખલ હોવાથી આ નિર્ણય લેવાયો
રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન પ્રમાણે લાલજી ટંડનની ગેરહાજરીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલઆનંદીબેન પટેલને મધ્ય પ્રદેશની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. 85 વર્ષિય ટંડન 11 જૂનથી લખનઉની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના રાષ્ટ્રપતિએ લાલજી ટંડનની ગેરહાજરીમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલના કાર્યની વધારાની જવાબદારી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને આપવામાં આવી છે.
Comments
Post a Comment