ભચાઉના પોઝિટિવ કેસમાં અનેકને સંક્રમણનો ભય
- આરોગ્ય વિભાગ - નગર પાલિકાએ શેરી બંધ કરાવી
- દર્દી મહિલાની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી, સ્થાનિક ચેપથી દહેશત
ભચાઉ. ભચાઉ તાલુકામાં કોરોના કુલ 35 કેસ નોંધાયા છે, જેમાં ગુરુવારે પ્રથમ વખત ભચાઉ શહેરમાં એક મહિલાને પોઝીટીવ આવતા તાલુકામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 36 ઉપર પહોંચી ગયો છે. ભચાઉના મહિલા દર્દીના પતિ જાણીતા વકીલ શામજીભાઈ દરજી કે જેઓ મામલતદાર કચેરી નજીક પોતાની ઓફીસ ધરાવે છે અને તેમની પાસે દસ્તાવેજના વધુ કામો રહેતા તેમની પાસે મુંબઈ વશતા લોકોની અવરજવર રહે છે.
તેમની પત્ની કમળા બેન દરજીને બે દિવસ પહેલા તાવ, શરદી, ઉધરસ જેવી તકલીફ થતા તેમને ભુજ તપાસ માટે લઇ જવાયા હતા અને રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કમળાબેન દરજીનો કેશ પોઝીટીવ આવતા ભચાઉ આરોગ્ય વિભાગના ડો. એ.કે. સિંગ અને દીપકભાઈ દરજી અને ભચાઉ નગર પાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, એસ.ડી.ઝાલા, અશ્વિનભાઈ ઠક્કર અને પાલિકા સ્ટાફે કામગીરી આરંભી હતી .
Comments
Post a Comment