BSFના કાર્યવાહક વડા કચ્છની બીએસએફ હેડ કવાર્ટર ખાતે સુરક્ષા એજન્સીના ઉચ્ચાધિકારીઓ સાથે યોજી બેઠક સરહદનું નિરીક્ષણ

સરહદી કચ્છ જિલ્લાની ત્રિ - દિવસીય મુલાકાતમાં દરિયાઈ સીમા , ક્રિકવિસ્તાર અને રણ સરહદની કરશે સુરક્ષા સમીક્ષા 

: હાલમાં ડ્રગ્સકાંડના કારણે કચ્છની સરહદ ચર્ચામાં છે
સરહદની કરશે સુરક્ષા સમીક્ષા 
ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ( આઈટીબીબીના વડા અને સીમા સુરક્ષા દળના કાર્યવાહક ડી.જી. એસ.એસ , દેશવાલ આજે કચ્છની મુલાકાતે આવી પહોચ્યા હતા , તેમની આ 
ત્રિ - દિવસીય મુલાકાતના પ્રારંભે તેમણે કચ્છ બીએસએફના હેડ કવાર્ટર ખાતે સુરક્ષા અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી . સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક એસ.એસ. દેશવાલ તેમની ત્રિ દિવસીય કચ્છ મુલાકાત માટે આજે ભુજ આવી પહોંચતાં બીએસએફના ગુજરાત ફ્રન્ટીયર આઈજી જી.એસ. મલિક દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું . 
શ્રી દેશવાલની ત્રણ દિવસની કચ્છ મુલાકાતમાં આવે પ્રથમ દિવસે કરછ બીએસએફના સેકટર હેડ કવાર્ટર ખાતે ઉચ્ચાધિકારીઓ સાથે સુરક્ષા સંદર્ભે ખાસ બેઠક મળી હતી . છેલ્લા એકાદ મહિના થી  કચ્છની સરહદે કિક વિસ્તારમાંથી બિનવારસુ ચરસના પેકેટ મળી રહ્યા છે .
 અત્યાર સુધી કરોડોની કિંમતનું ચરસ મળી આવ્યું છે . આ ઉપરાંત કચ્છની દરિયાઈ અને ક્રીક સરહદેથી અવાર નવાર ઘુસણખોરીના નાપાક પ્રયાસો તેમજ ડ્રગ્સ કે હથિયાર સપ્લાય કરવાના પેંતરાઓ થતા રહે છે . આ ઉપરાંત કચ્છની દરિયાઈ સીમામાંથી અવાર નવાર બિનવારસુ બોટ તો કયારેક માછીમારો પણ પકડાઈ આવે છે , ત્યારે સુરક્ષા સંદર્ભે કોઈ ચૂક ન થાય તેની તકેદારી રાખવાની ટકોર શ્રી દેશવાલે કરી હતી . 
આ ઉપરાંત સરહદી ચોકીઓ પર તેઓ
ભરાતા પહેરા અંગે સમીક્ષા કરી હતી . ગુજરાત ફ્રન્ટીયર આઈ.જી. જી.એસ. મલિક પણ તેમની આ કચ્છ મુલાકાતને પગલે ગઈકાલથી જ કચ્છ આવી પહોંચ્યા છે . તેઓ પણ બેઠકમાં જોડાયા હતા અને કચ્છ સહિત ગુજરાત બીએસએફની કામગીરી અંગે સીમા સુરક્ષા દળના વડાને વાકેફ કર્યા હતા . શ્રી દેશવાલ તેમની આ કચ્છ મુલાકાત દરમિયાન આવતીકાલે કોટેશ્વર સહિતના ક્રીક વિસ્તારની મુલાકાત લેશે તેમજ છેલ્લા બોર્ડર પીલ્લર નં . ૧૧૭૫ નું નિરીક્ષણ પણ કરશે . આ ઉપરાંત રણ સરહદની જાત મુલાકાત લઈને સમીક્ષા કરશે . ઉલ્લેખનીય છે કે , કચ્છ - ગુજરાતની મુલાકાત પૂર્વે તેઓ પંજાબ અને રાજસ્થાનની
મુલાકાત લીધી હતી . રાજસ્થાનમાં શ્રી દેશવાલે રણ સરહદ પર બીએસએફના જવાનોનો હોંસલો વધારવા માટે ૫૦ કિ.મી. પગપાળા ચાલીને સરહદી ચોકીઓની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી . ત્યારે કચ્છમાં આવેલા બીએસએફના વડા દ્વારા સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સુદ્રઢ બને અને રણ , ક્રીક તેમજ દરિયાઈ સીમા ધરાવતા કચ્છમાં કોઈ નાપાક તત્વો ફાવી ન જાય તેની તકેદારી રાખવા સ્થાનિક ઉચ્ચાધિકારીઓ સાથે ચર્ચા કરવી અનિવાર્ય છે . ત્રિ- દિવસીય મુલાકાતના અંતે શનિવારે પત્રકાર પરિષદને સંબોધિત કરીને શ્રી દેશવાલ દિલ્હી જવા રવાના થશે .






Comments