નગરપાલિકા રસ્તાના કામ શરૂ કર્યા પરંતુ ડિવાઇડરોની ઝાડી દૂર ક્યારે કરશે?

નગરપાલિકા રસ્તાના કામ શરૂ કર્યા પરંતુ ડિવાઇડરોની ઝાડી દૂર ક્યારે કરશે?
ગાંધીધામમાં નગરપાલિકાએ પ્રિ મોનસુન કામગીરી શરુ કરી દીધી છે. નાળા સફાઇ સહિતના કામોમાં અગાઉની જેમ વેઠ ઉતાર્યા પછી તંત્રની પોલ પણ ખોલવામાં આવી હતી. દરમિયાન હવે શહેરના જુદા જુદા વિસ્તારમાં નવા રોડ બનાવવા માટે પાલિકાએ મંજુરી આપી છે તેમાં થઇ રહેલી કામગીરીમાં કામની ગુણવત્તા સહિતના પ્રશ્નો તો ઉઠી રહ્યા છે. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં રોડની સાથે જે ડિવાઇડરો છે તેમાં બાવળીયા ઉગી ગયા છે. જે શહેરની સુંદરતાને અવરોધરૂપ બની રહ્યા છે.

લાખો રૂપિયાના ખર્ચે થતા રસ્તાના કામોમાં આવા બાવળીયાની સાથે સાથે સ્ટ્રીટલાઇટના પોલ પણ જે રીતે ખવાઇ ગયેલા છે તે દૂર કરવા પાલિકા ક્યારે જાગશે તે પ્રસ્ન છે. કારણ કે અગાઉ પણ આવા વીજપોલ પડ્યાના દાખલા નોંધાયા છે. જાગ્યા ત્યારથી સવાર સમજીને પાલિકા દ્વારા શહેરની સુંદરતા માટે વધુ નમુનેદાર કામ થાય તે માટે પગલા ભરે તે ઇચ્છનીય છે.

Comments