15 ઓગસ્ટ બાદ ખુલશે સ્કૂલ-કોલેજ, માનવ સંસાધન મંત્રીએ કરી મહત્વની જાહેરાત
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા – પિતાનાં સપ્તાહનાં ભ્રમ બાદ માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે, સ્કૂલો અને કોલેજોને ઓગસ્ટ 2020 બાદ ફરીથી ખોલવામાં આવશે. સંભવતઃ 15 ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જશે. ડૉ. રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યુમાં એ વાત કહેતા જણાવ્યું કે, ’15 ઓગસ્ટ સુધી તમામ પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવાની કોશિશ કરી રહ્યાં છીએ
આપને જણાવી દઇએ કે આ સંબંધિત દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકને સ્કૂલ ફરીથી ખોલવા અંગેની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની જાણકારી તેઓએ ગઇ કાલનાં રોજ ટ્વિટરનાં માધ્યમથી આપી હતી. તેઓએ પોતાનાં પત્રમાં લખ્યું હતું કે, ‘સમય આવી ગયો છે કે કોરોનાનાં સહ અસ્તિત્વને સ્વીકાર કરતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવી રીતે નક્કી કરવામાં આવે..’
આ સાથે જ તેમણે એમ પણ લખ્યું કે, સ્કૂલોને સાહસિક ભૂમિકા માટે તૈયાર નહીં કરવામાં આવે તો આ અમારી ઐતિહાસિક ભૂલ હશે, સ્કૂલોની ભૂમિકા પાઠ્યપુસ્તકો સુધી જ સિમિત નહીં રહે, પરંતુ બાળકોને જવાબદાર જીવન જીવવા માટે તૈયાર કરવી પડશે.
આપને જણાવી દઇએ કે કોરોના વાયરસની મહામારીને કારણે દિલ્હીની તમામ સ્કૂલો-કોલેજો માર્ચ મહીનાથી બંધ છે. ત્યારે એવામાં ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ એ વાતથી પણ મો ના ફેરવાય કે ક્યાંક ને ક્યાંક તો વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર પણ નુકસાન થઇ રહ્યું છે.


Comments
Post a Comment