અનલોક 2 / રાજ્યમાં આવતીકાલથી દુકાનો 8 વાગ્યા સુધી-રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, રાતના 10થી સવારના 5 સુધી કર્ફ્યુ
અમદાવાદ. રાજ્યમાં 1 જૂલાઈથી અનલોક 2નો પ્રારંભ થઈ રહ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતીકાલ એટલે કે 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રીએ જણાવ્યુંછે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે.કેન્દ્ર સરકારે તારીખ 1જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે.
આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારેકર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Comments
Post a Comment