અનલોક-2 માટે ગાઈડલાઈન જારી / શાળા-કોલેજ અને કોચિંગ સંસ્થા 31 જુલાઈ સુધી બંધ રહેશે, 15 જુલાઈથી સરકારી તાલીમ સંસ્થા ખોલી શકાશે
- મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, થિએટર અને બાર જેવી જગ્યા પર પ્રતિબંધ જારી રહેશે
- કેન્દ્ર અને રાજ્ય સરકારની ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ 15 જુલાઈથી શરૂ કરી શકાશે, SOP ઈસ્યુ કરાશે
અનલોક-1 બાદ હવે અનલોક-2ની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. ચર્ચા એવી હતી કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા કે શાળા-કોલેજ પર કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે, જોકે સોમવારે જારી અનલોકના બીજા તબક્કાની ગાઈડલાઈનમાં તે બંધ જ રાખવાનો નિર્ણય કરાયો છે. અનલોક-1ની ગાઈડલાઈન 7 પેજની હતી. જોકે આ વખતે તેની સંખ્યા ઘટી ગઈ છે. મુખ્ય આદેશ 4 પેજનો છે.મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, થિયેટર, બાર, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ જમા કરવાપર પ્રતિબંધ યથાવત રહેશે.
હવે સરકારના આદેશને આ દ્રષ્ટિએ જોઈએ...
શું સમગ્ર દેશમાં અનલોક-2 લાગુ રહેશે?
કન્ટેનમેન્ટ ઝોનમાં 31 જુલાઈ સુધી લોકડાઉન જારી રહેશે.
શું બંધ હતું, બંધ છે અને 31 જુલાઈ સુધી બંધ જ રહેશે?
કન્ટેનમેન્ટ ઝોનની બહાર શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે
1. શાળા-કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. ડિસ્ટન્સિંગ લર્નિંગ અને ઓનલાઈન અભ્યાસ જારી રહેશે. તેને ઉત્તેજન આપવામાં આવવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ 15 જુલાઈથી શરૂ થશે. તે માટે SOP અલગથી જારી થશે.
2. આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગે યાત્રા કરવા પર પ્રતિબંધ રહેશે. એવા લોકો જ યાત્રા કરી શકશે કે જેમને ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોય.
3.મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વીમિંગ પુલ,જિમ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિએટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને એવા તમામ જગ્યા નહીં ખુલે.
4. એવા સામાજીક, રાજકીય,ધાર્મિક, સાંસ્કૃતિક, મનોરંજન, શૈક્ષણિક કાર્યક્રમ નહીં યોજાય કે જ્યાં ભીડ ભેગી થવાની શક્યતા હોય. જે પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી નથી તેમને શરૂ કરવાની તારીખ અલગથી જારી કરવામાં આવી શકે છે અને તે માટે એસઓપી પણ જારી કરવામાં આવી શકે છે.
5. ઘરેલુ ઉડ્ડયન સેવા અને રેલ સફરને મર્યાદિત વિસ્તારમાં અગાઉથી જ શરૂ કરવામાં આવેલ છે અને તેમા વધારો કે લંબાવવામાં આવશે.
રાત્રી કર્ફ્યૂ
રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લોકોને બહાર જવા પર પ્રતિબંધ યથાવત રહેશે. આવશ્યક સેવાઓ, કંપનીઓમાં શિફ્ટમાં કામ કરનારા, નેશનલ અને સ્ટેટ હાઈવે પર સામાન લઈ જતા વાહન, કાર્ગોના લોડિંગ અને અનલોડિંગ પર પ્રતિબંધ લાગુ થશે નહીં. બસો, ટ્રેનો અને પ્લેનથી ઉતર્યા બાદ લોકોને તેમના ઘરે જવા મંજૂરી રહેશે. નિયમોનું પાલન કરાવવા માટે સ્થાનિક પ્રશાસન તેમના સ્તર પર કલમ-144 લાગૂ કરવા જેવા આદેશ આપી શકે છે.કન્ટેનમેન્ટ ઝોનમાં શું ખુલ્લુ રહેશે, શું બંધ રહેશે?
- કન્ટેનમેન્ટ ઝોનમાં 31 જુલાઈ સુધી લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે.
- કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી કન્ટેનમેન્ટ ઝોનનું સીમાંકન કરવામાં આવશે. જિલ્લા અધિકારી આ કન્ટેનમેન્ટને વેબસાઈટ પર નોટિફિકેશન કરશે. તેની જાણકારી મંત્રાલયને આપવામાં આવશે.
- કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાની જ પરવાનગી રહેશે. મેડિકલ ઈમર્જન્સિ અને આવશ્યક સામગ્રીના સપ્લાઈ ઉપરાંત લોકોની અવર-જવર પર કડક પ્રતિબંધ રહેશે. અહીં કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ, દરેક ઘર પર નજર, સ્વાસ્થ્ય તપાસનું કડક પાલન થશે.
1. આ વખતે શું નવું અનલોક થયું?
- કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાલીમ સંસ્થા 15 જુલાઈથી ખોલી શકાશે. જોકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) સાથે
- ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ તરફથી આગામી દિવસમાં SOP જારી રહેશે.
2. દુકાન પર વધારે લોકોને મંજૂરી
વિવિધ વિસ્તારો પ્રમાણે દુકાનો પર એક સમયે 5થી વધારે લોકોની એટ્રી આપી શકાશે. જોકે, તેમા જગ્યા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
3. નાઈટ કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ
- અગાઉ 9થી સવારના 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો. આ વખતે એક કલાકનો ોસમય વધારવામાં આવ્યો છે. અનલોક-2માં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરમાંથી બહાર નિકળી શકાશે નહીં. એટલે કે રાતે એક કલાક વધારે બહાર રહી શકાશે.
- આ વખતે આવશ્યક સેવા ઉપરાંત કંપનીઓમાં શિફ્ટોમાં કામ કરનારા, નેશનલ અને સ્ટેટ હાઈવે પર સામાન લાવવા લઈ જનારા વાહનો, કાર્ગોના લોડિંગ અને અનલોડિંગને નાઈટ કર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી છે.
4. ઘરેલુ ઉડ્ડયન અને ટ્રોમાં વધારો થશે
નવી ગાઈડલાઈન પ્રમાણે સરકારે કહ્યું છે કે ઘરેલુ ઉડ્ડયન અને પેસેન્જર ટ્રેનોને હવે મર્યાદિત રીતે ચલાવવામાં આવી રહી છે. તેમા વધારો કરવામાં આવશે
Comments
Post a Comment