ગુજરાત રાજ્યમાં સ્કૂલો અને કોલેજો 15 ઓગસ્ટ સુધી બંધ રહેશે, સપ્ટેમ્બર સુધી ફી ભરવા માટે સ્કૂલો દબાણ કરી શકશે નહીં

ટ્યૂશન ફી અને સ્કૂલ ફીને બદલે માસિક ફી ભરી શકાશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર. ગુજરાતમાં આવતી 15 ઓગસ્ટ સુધી સ્કૂલો અને કોલેજો બંધ રાખવાની જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાતને પગલે હવે શૈક્ષણિક સંસ્થાઓ સ્વતંત્ર પર્વ સુધી ખુલશે નહીં. ઉપરાંત મહત્વની જાહેરાત કરાઈ હતી કે સપ્ટેમ્બર સુધી ફી ભરવા માટે સ્કૂલો દબાણ કરી શકશે નહીં.

માસિક ફી ભરાશે તો પણ ચાલશે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું હતું કે આ વર્ષે કોઈપણ સ્કૂલ ફીમાં વધારો નહીં કરે શકે. તેમજ ત્રિમાસિક ફીને બદલે માસિક ફી ભરશે તો પણ ચાલશે. ટ્યૂશન ફી અને સ્કૂલ ફીને બદલે માસિક ફી ભરી શકાશે.

ફી મામલે ખાનગી સ્કૂલો પર સરકારનું ધ્યાન રહેશે
સપ્ટેમ્બર માસ સુધી વિદ્યાર્થીઓ પર ફી ભરવા માટે દબાણ સ્કૂલો કરી શકશે નહીં. આ મામલે રાજ્યનો શિક્ષણ વિભાગ ખાનગી સ્કૂલો પર વિશેષ ધ્યાન રાખશે.






Comments