ગાંધીધામમાં 36 લાખની લૂંટ, પોલીસ તપાસમાં તરકટ નીકળી


ગાંધીધામમાં 36 લાખની લૂંટ, પોલીસ તપાસમાં તરકટ નીકળીગાંધીધામ ભાઈ પ્રતાપ સર્કલ પાસે આંગડિયા માંથી રૂપિયા લઈ આવતી વખતે ગાંધીધામના ટ્રાન્સપોર્ટર સાથે રૂ. 36 લાખની લુંટ થઈ હોવાના સમાચારો વહેતા થયા હતા. જેના અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઈ હતી. પરંતુ પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટની આગવી ઢબે પૂછપરછ કરતા દેવું વધી જવાના કારણે આ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતું.

નાણાંની સગવડ ન હોતા રૂ. 36 લાખની લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું
આ અંગે વિશ્વસનીય પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીધામમાં વી અર્જુન ના નામથી ટ્રાન્સપોર્ટ ચલાવતા અને ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતા હેમંત વસંતભાઈ લોહાણાએ આજે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આવી ગાંધીધામના ભાઈ પ્રતાપ સર્કલ પાસે આંગડિયા માંથી લીધેલા રૂપિયા 36 લાખની કોઈ અજાણ્યા ઈસમોએ લૂંટ ચલાવી હોવાની ફરિયાદ કરવા પહોંચી આવ્યા હતા. જે સાંભળતાની સાથે ગાંધીધામ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બનાવ કેમ બન્યો, ક્યારે બન્યો વગેરે જેવા અનેક યુક્તિ પૂર્વકના પ્રશ્નો ફરિયાદ કરવા આવેલા ટ્રાન્સપોર્ટરને પૂછવામાં આવ્યા હતા. પરંતુ પોતાના જાઝમાં પોતેજ ફસાતા હોઈ આખરે ફરિયાદ કરવા આવેલા ટ્રાન્સપોર્ટરે પોતે જ આ લૂંટનું તરકટ રચ્યું છે અને લૂંટનો બનાવ બન્યો જ નથી તેવું કાબુલી લીધું હતું. પોલીસની વધુ પૂછપરછમાં ટ્રાન્સપોર્ટરે જણાવ્યું હતું કે તેમના પર દેવું ખુબજ વધી ગયું છે અને આજે વાયદા મુજબ રૂપિયા ચૂકવવાના હતા પરંતુ નાણાંની સગવડ તેમના પાસે ન હોતા તેણે રૂ. 36 લાખની લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. જેથી પોલીસે પોલીસને ગુમરાહ કરવાની કોશિશ સંદર્ભે આ ટ્રાન્સપોર્ટ પર વળતો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.



Comments