અમદાવાદ લિવ ઈન પાર્ટનરે મેસેજનો જવાબ ના આપતા નશામાં ધૂત યુવક દ્વારા ફાયરિંગ, યુવતીના માતાને હાથે ગોળી વાગી

આશિષ દેસાઈ

અમદાવાદ. લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાના અનેક કિસ્સા જોવા મળતા હોય છે પણ મણિનગરમાં લિવ ઈન પાર્ટનર વચ્ચેના ઝઘડામાં યુવકે રોડ પર ફાયરિંગ કરી દીધું હોવાની ઘટના બની હતી. આશિષ દેસાઈ નામના યુવકની લિવ ઈન પાર્ટનરનો જન્મદિવસ હતો, જેથી આશિષે મેસેજ કર્યો પણ તેનો જવાબ ન આપતા આશિષને ગુસ્સો આવ્યો હતો અને તે નશામાં ધૂત થઈને લિવ ઈન પાર્ટનરના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેણે પહોંચીને સીધું જ બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જેમાં આશિષની લિવ ઈન પાર્ટનરની માતાને ગોળી હાથે ઘસાઈને નીકળી જતા સામાન્ય ઈજાઓ થઈ હતી. ત્યાર બાદ મણિનગર પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.

યુવતીના માતા-પિતાને મારી નાંખવા નક્કી કર્યું હોવાનો આક્ષેપ
મણિનગરમાં હાલમાં માતા સાથે રહેતી રીમા(નામ બદલ્યું છે)નો મંગળવારે જન્મદિવસ હતો. જન્મદિવસે લિવ ઇનમાં રહેતા આશિષ દેસાઈએ મેસેજ કર્યાં હતા. પરંતુ તેણીએ મેસેજના જવાબ ન આપતા આશિષ ગુસ્સામાં આવી ગયો હતો. સવારે નશામાં ધૂત થઈને તે યુવતીના ઘરે પહોંચ્યો અને યુવતીના માતા-પિતાને મારી નાંખવા નક્કી કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેણે લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગમાં તેની સાસુને હાથ પરથી ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી.

Comments