બંદૂક સપ્લાયરની આકરી પૂછતાછ થાય તો કચ્છના અનેક ‘ગુપ્ત’નામો ખુલે
ભુજ. ભુજના નાગોર ફાટક પાસેથી એલસીબીની ટુકડીએ અકરમ થેબાને કારમાંથી પરવાના વગરની બંદુક સાથે પકડી લીધો હતો. જે બંદુક તેણે અમદાવાદના તરૂણ ગુપ્તા પાસેથી ખરીદી હોવાની કેફીયત મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ગુપ્તાની આકરી પુછતાછ કરવામાં આવે તો કચ્છના અનેક ગુપ્ત નામો ખુલવાની શક્યતા સેવાઇ રહી છે.આંતરીક સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, અકરમ થેબા અને અનવર લુહાર (રહે. બંને ભુજ)વાળા નાગોર ફાટક પાસેથી કારમાં વગર લાયસન્સના હથિયાર સાથે પકડાયા હતા. અમદાવાદના તરૂણ દેવપ્રકાશ ગુપ્તા પાસેથી ખરીદ્યા હોવાની કેફીયત આપી હતી.
તરૂણ ગુપ્તાની ધરપકડ કરી અકરમને કેટલા હથિયાર આપ્યા તે અંગે પુછતાછ કરતા અંદાજે 18 જેટલા હથિયાર અકરમને આપ્યા હોવાની કેફીયત ગુપ્તાએ આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. કચ્છ સહિત રાજયભરમાં અનેક મોટા માથાઓના નામો ખુલવાની શક્યતા સેવાઇ રહી છે. તરૂણ ગુપ્તા લાઇસન્સ વગર પણ હથિયાર સપ્લાય કરતો હોવાની વાત પરથી પડદો ઉંચકાઇ ગયો છે ત્યારે તેણે અકરમ સિવાય કચ્છમાં અન્ય કોને હથિયારો આપ્યા છે તેમજ કચ્છ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ કયા કયા ઇસમોને હથિયાર વેંચ્યા છે તે વિષય પર આકરી પુછતાછ કરાય તો સેંકડો હથિયારો સપ્લાય થયા હોવાનું બહાર આવે તેમ છે.
Comments
Post a Comment