ગાંધીધામની યુવતી પાસે બિભત્સ માંગણી કરી ધમકી અપાઇ
ગાંધીધામ. ગાંધીધામમાં યુવતી જોડે બિભત્સ માંગણી કરી અશ્લીલ ફોટા અને ઓડીયો ક્લીપ વાયરલ કરી ધાકધમકી કરાઇ હોવાની ફરિયાદ યુવતીના પિતાએ નોંધાવી છે.યુવતીના પિતાએ કરેલી ફરીયાદમાં તેમણે જણાવ્યું છે કે, નેક્સેસ ક્લબ સિંધુ ભવન ખાતે રહેતા આરોપી સુભાષચંદ્ર જે.સ્વામીએ યુવતી સાથે પ્રેમ કરે છે તેવો વિશ્વાસ આપી તેણીને લગ્નની લાલચ આપી હતી અને ગુનાહીત ઈરાદાથી ઓફિસે બોલાવી વાતચીત રેકોર્ડિંગ કરી બિભત્સ માંગણીઓ કરી હતી અને ભોગ બનનાર આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉપરાંત આ કામના મુખ્ય આરોપી સુભાચંદ્ર સાથે માં સરસ્વતી પ્રોફેસર કોલોની આદિપુર રહેતા પ્રણવ પંકજ ઉપાધ્યાય , નેક્સસ ક્લબમાં જ રહેતા અજીતકુમાર કનૈયાલાલ યાદવ અને આદિપુરમાં રહેતા દિલીપ જોશી એમ ચારે જણાએ એકસંપ થઈ ભોગ બનનારના ઓડીયો રેકોર્ડિંગ, તેમજ અશ્લીલ ફોટા અને અભદ્ર લણાખો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગુનો આચર્યો હતો. ગાંધીધામના સિંધુ ભવન નેક્સેસ કલબમાં ગત તા.4 જુલાઈ 2017અને 10 ઓક્ટોબર 2018ના બનાવને અંજામ અપાયો હતો પણ ભોગ બનનાર યુવતી અસ્વસ્થ હોતા અને પુરાવાઓ ન હોવાથી મોડી ફરિયાદ દાખલ કરાઈ હોવાનું તેમણે ફરીયાદમાં જણાવ્યું છે.
Comments
Post a Comment