ખનીજ ચોરી બેફામ : મોટી મઉંમાં માટી ચોરીનું કારસ્તાન પકડાયું
ભુજ. માંડવી તાલુકાના મોટી મંઉ ગામની સીમમાં સરકારી પડતર જમીનમાં કોઇપણ મંજુરી વગર ગેરકાયદેસર માટી ખનન કરતા પાંચ શખ્સોને ગઢશીશા પોલીસે પકડી પાડયા છે. તેમના કબજામાં રહેલા ચાર ટ્રેકટર અને એક જેસીબીને કબજે લઇ પાંચેય સામે આગળની કાર્યવાહીહાથ ધરાઇ હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, માંડવી તાલુકાના મોટી મંઉ ગામની સીમમાં પોલડીયા ગામ તરફ જતા રસ્તે આવેલ કૈલાશ એન્ટરપ્રાઇઝની પાછળ સીમમાં કેટલાક ઇસમો રોયલ્ટી કે કોઇ આધાર પુરાવા, મંજુરી વગર સરકારી પડતર જમીનમાં ટ્રેકટરો અને જેસીબી બોલાવી ખોદકામ કરી ગેરકાયદે ખનન કરી રહ્યા હોવાની બાતમી મળતા ગઢશીશા પોલીસ મથકના આર. ડી. ગોજીયાની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મહેન્દ્ર શંકર નાયક (મુળ વડોદરા હો. મોટી મંઉ), જીવરાજ વંકારામ ભટ્ટ (મોટી મંઉ), કીરીટસિંહ પ્રતાપસિંહ જાડેજા (મોટી મંઉ), ગણપતસિંહ દોલુભા જાડેજા (મોટી મંઉ), રમેશ નારાણ સંઘાર (રહે. ગઢશીશા)વાળાની અટકાયત કરી હતી. તો સોનાલીકા કંપનીનું ટ્રેકટર નંબર જીજે 08 બીબી 6453, સ્વરાજ કંપનીનું ટ્રેકટર નંબર જીજે 06 પીસી 0061, જીજે 12 સીપી 3329, નવુ નક્કોર સોનાલીકા કંપનીનું એક ટ્રેકટર અને જેસીબી જીજે 10 એકસ 6936 (આમ કુલ પાંચ વાહન) કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આશાપર ગામે રોયલ્ટી વગરની રેતીનું ટ્રેકટર પકડાયું
દયાપર પોલીસની ટુકડીએ આશાપર ગામેથી રોયલ્ટી વગરની એટલે કે ચોરીની રેતી લઇને જતું ટ્રેકટર પકડી પાડયું હતું. ટુકડી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીજે 03 ઇએ 2398 નંબરની ટ્રોલી તથા રજીસ્ટ્રેશનજ નંબર જીજે 12 એવી 2074 રેતી ભરેલી હોય જે જતું હતું ત્યારે પોલીસે રોકાવ્યો હતો. ડ્રાઇવર અબ્બાસ ઇબ્રાહીમ સોરા (રહે. નેત્રા, અબડાસા)વાળા પાસેથી રોયલ્ટી કે પરમીટ ન હોવાથી તેની સામે કાર્યવાહી કરી ખાણ ખનીજને રિપોર્ટ કરાયો હતો.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment