નિર્ણય રાજ્યમાં જુદા-જુદા શહેર તથા એજન્સીમાં 54 પોલીસ ઇન્સપેક્ટરની બદલી, નિકોલના PI એચ.બી ઝાલાને સુરત મૂક્યા

અમદાવાદ. રાજ્યના અલગ અલગ શહેર અને એજન્સીઓમાં ફરજ બજાવતા 54 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની પોલીસવડા શિવાનંદ ઝાએ બદલી કરી છે. છેલ્લા કેટલાય સમયથી વહીવટદારોના, દારૂ અને જુગારના કેસ મામલે વિવાદમાં આવેલા નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.બી ઝાલાની સુરત શહેરમાં બદલી કરી દેવામાં આવી છે. જો કે આ બદલી મામલે અનેક સવાલ છે કે વિવાદ છતાં પણ સુરત જેવા શહેરમાં પોલીસવડાએ તેમની બદલી કરી છે. દરિયાપુરમાં ફરજ બજાવતા પીઆઇ કે.ડી ખાંભલાની પોલીસ અકાદમીમાં બદલી કરી દેવાઈ છે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ કે.જી ચૌધરીની આણંદ ખાતે જ્યારે એટીએસ પીઆઇ આર આઈ જાડેજાની અમદાવાદમાં બદલી કરાઈ છે. એસીબીમાં ફરજ બજાવતા 11 પીઆઈની અલગ અલગ શહેરોમાં બદલી કરવામાં આવી છે. 49માંથી 6 પીઆઈને અમદાવાદ, 5 ને સુરત માં મુકવામાં આવ્યા છે.

Comments