એક વર્ષની ફી માફ નહીં કરાય તો વાલીઓ-શાળા વચ્ચે સંઘર્ષ થશે સ્કૂલો બંધ તો ફી શેની ?
- માંડવીમાં વાલીઓએ ચોખ્ખું કહી દીધું : હાલ ફી ભરી શકાય તેમ નથી
- વાલીઓનું તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર : બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા તાકિદ
માંડવી. કોરોના મહામારીના ગંભીર સંકટમાં લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. આવા અવસરે શાળાની ભરવી હાલ ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓમાટે મુશ્કેલ છે. માંડવી તાલુકા અને શહેરની શાળાઓમાં એક વર્ષ માટે ફી માફી આપવની માંગ 233 વાલીઓની સહી સાથેનું આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારીને સંબોધીને તાલુકા શિક્ષણ અધિકારીને આપવામાં આવ્યું હતું. હલ નહીં કરાય તો વાલી મંડળ અને શાળા સંચાલકો વચ્ચે સંઘર્ષ થાય તેવી કરાઇ હતી.
શાળાની ફી માફ કરવાની રજૂઆતમાં એવી માંગ કરાઇ છે કે સરકાર અલગથી શિક્ષણ ઉપકર વસુલી લેતી હોય છે. ત્યારે આફતના સમયમાં બાલ મંદિરથી બારમાં ધોરણ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શિક્ષણની જવાબદારી સરકાર દ્વારા ઉઠાવવામાં આવે. શાળા ચાલુ કરવા અંગે પ્રથમ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સુરક્ષાની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે તેવી પણ માંગ કરાઇ હતી. એક શાળામાં અલગ-અલગ ક્લાસ ચલાવવામાં આવે છે. જેમાં એક ક્લાસમાં અંદાજે 50 જેટલા વિદ્યાર્થીઓને બેસાડાતા હોય છે. જેના બદલામાં ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકા કરવામાં આવે અને બે પાળીમાં શાળા ચલાવવામાં આવે તે જરૂરી છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાને લઇને આમાટે વાલી મંડળ સાથે બેઠક કર્યા બાદ શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવે તેવી અપીલ કરાઇ હતી. તો ઓનલાઇન અભ્યાસ ચાલુ કરવા અંગે વિદ્યાર્થી અને વાલીઓને સંપૂર્ણ માહિતગાર કરવા અને શાળાએમાર્ગદર્શન પુરુ પાડવુ જોઇએ. આમુદા અંગે માંડવી શહેર અને તાલુકાના જાગૃત વાલઓઅરવિંદ આર.જાડેજાની આગેવાની હેઠળ તાલુકા શિક્ષણ અધિકારીને મળ્યા હતા.
Comments
Post a Comment