રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ભાવનગર અને ગોંડલમાં 3.5 ઇંચ, અમદાવાદ-ગાંધીનગરમાં પણ ધોધમાર
ગાંધીનગર. આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 2 વાગ્યા સુધીના આંકડા જોઇએ તો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં પડ્યો છે. ભાવનગર શહેરમાં બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના સાવરકુંડલામાં પણ ઘોધમાર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં પણ ધોધમાર 3.5 ઇંચવરસાદ પડતાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો
| જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમાં) |
| ભાવનગર | ભાવનગર | 3.3 |
| ભાવનગર | વલ્લભીપુર | 2.5 |
| અમરેલી | સાવરકુંડલા | 1.9 |
| ભાવનગર | ઉમરાળા | 1.9 |
| ભાવનગર | ઘોઘા | 1.4 |
| જૂનાગઢ | માનાવદર | 1.3 |
| સુરેન્દ્રનગર | સાયલા | 1.1 |
| પોરબદંર | કુતિયાણા | 1.1 |
| સુરેન્દ્રનગર | લિંબડી | 1.1 |
| સુરેન્દ્રનગર | વઢવાણ | 1 |


Comments
Post a Comment