શહીદ કર્નલ સંતોષ બાબૂ બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા, 18 મહિનાથી લદ્દાખમાં તહેનાત હતા

  • શહીદ કર્નલ સંતોષ બાબૂ હૈદરાબાદની સૈનિક સ્કૂલમાંથી એનડીએમાં સિલેક્ટ થયા હતા
  • કર્નલ સંતોષના બે બાળકો છે, તેમનો પરિવાર તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લામાં રહે છે
  • નવી દિલ્હી. લદ્દાખની ગાલવન ઘાટીમાં સોમવારે રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. તેમાં આપણી આર્મીના એક કર્નલ અને બે જવાન શહીદ થયા હતા. શહીદ કર્નલ સંતોષ બાબૂ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. તેમની સાથે ઝારખંડના કુંદન ઓઝા અને હવાલદાર પલાની પણ શહીદ થયા હતા. કર્નલ સંતોષ છેલ્લા 18 મહિનાથી લદ્દાખમાં સીમાની સુરક્ષા માટે તહેનાત હતા

    શહીદ કર્નલ તેલંગાણાના સૂર્યાપેટના રહેવાસી હતી. તેમના પરિવારમાં પત્ની, એક દીકરી અને દીકરો છે. તેમના પિતા ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે. શહીદ કર્નલ સંતોષ બાબૂ હૈદરાબાદની સૈનિક સ્કૂલમાંથી એનડીએ માટે સિલેક્ટ થયા હતા.

  • થયા હતા
    20 ઓક્ટોબર 1975ના અરુણાચલ પ્રદેશના તુલુંગ લામાં અસમ રાઇફલ્સની પેટ્રોલિંગ પાર્ટી પર એમ્બુશ લગાવીને હુમલો કરવામા આવ્યો હતો. આ ઘટનામાં ભારતના 4 જવાન શહીદ થયા હતા.

Comments