નગરપાલિકાની બેદરકારીથી શહેરમાં રોગચાળાની ભીતિ

નગર પાલિકાના શાશકો ધેરી નિંદર માણી રહયાછે જેના કારણે રોગચાળાનો ખતરો ઉભો થ ઈ રહયાની ફરીયાદ ઉઠી રહી છે.સંકુલના નાળાંમાં પણ સફાઈના અભાવે લ ઈને લોકોમાં પાલિકા સામે રોષ બળવતરથઇ રહયો છે. શહેરમાં લાબા સમયથી કેટલાટ સ્થળ પર વ્યવસ્થિત સફાઈ કરવામાં ન આવતા ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયા છે.

આદિપુરની ગાંધી સમાધી આસપાસ સફાઈના અભાવે ઉભી થ ઈ રહેલી સ્થિતીમાં યોગ્ય પગલા ન ભરાય તો લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થ યો છે.અન્ય ઝુલેલાલ માર્કેટની પાછળ પણ આવી જ સ્થિતી જણાઈ રહી છે.જાગૃત નાગરીકોએ પાલિકામાં પગલા ભરવા કરેલી રજુઆતનું કોઈ નકકર પરીણામ ન આવતા પાલિકા પર લોકો માછલા ધોઈ રહયા છે.સફાઈની ઉણપનો લોકો બિમાર પડે તેવી દહેશત વ્યકત કરી તાકીદે યોગ્ય કામગી રી થાય તેવી અપેક્ષા રાખી રહયા છે.

લાખો રૂપિયાનો થતો પાલિકાને ખર્ચ
નગર પાલિકાની તીજોરીમાંથી લાખો રૂપિયા સરેરાશ માસના 80લાખથી વધુ ખર્ચાઈ રહયા છે.રોજરોજ સફાઈ જેતે વિસ્તારોમાં થવી જોઇએ તે કરવામા આવતી નથી તેવો કચવાટ પણ લોકો વ્યકત કરી રહયા છે.કચરો ઉપાડી લેવામાં આવ્યા પછી જન જાગૃતિના અભાવે નાખવામા આવતા કચરા નાખવાનુ બંધ કરવું જોઈએ.ડડોરટુ ડોર કચરો ઉપાડવા આવતા વાહનમાં લોકોએ કચરાનો નિકાલ કરી નાગરિક ધર્મ બજાવવો જોઈએ.

Comments