ગીરસોમનાથ હિરણ નદીમાં માછીમારી કરતા યુવાન પર મગરે હુમલો કર્યો
યુવાનને સારવાર માટે વેરાવળ હોસ્પિટલ ખસેડાયો
ગીરસોમનાથ. ગીર પશ્ચિમમાં આવેલા તાલાલા રેન્જમાં હરિપુર બીટમાં હિરણ નદીમાં ફારુખ દાઉદભાઇ કરાવટ (ઉ.વ.24)નામનો યુવાન માછીમારી કરી રહ્યો હતો. આ દરમિયામ નદીમાંથી અચાનક મગરે તેના પર હુમલો કરી દીધો હતો. યુવાને બચવા માટે મગર સાથે બાથ ભીડી હતી અને બૂમો પાડતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. બાદમાં યુવાનને સારવાર માટે વેરાવળની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાન ગાલીયાવાડ ગામનો
રહેવાસી છે.


Comments
Post a Comment