ગુજરાત / રાજસ્થાને અઠવાડિયે આંતરરાજ્ય સરહદો પુનઃ ખુલ્લી મૂકી, અંબાજી રતનપુર બોર્ડરે વાહનવ્યવહાર શરૂ
- 7 દિવસ બાદ નિયંત્રણ હટાવતા આંતરરાજ્ય મુસાફરી માટે હવે પાસની કોઈ જરૂરિયાત નહીં
- રાજસ્થાને ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની સ્પર્શતી તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી હતી
રાજસ્થાને ગુજરાતને અડીને આવેલી તેની તમામ બોર્ડરો આજથી ખુલ્લી મૂકી દીધી છે. 7 દિવસ માટે કોરોના સંક્રમણને પગલે રાજસ્થાને તેની તમામ સરહદો બંધ કરી દીધી હતી. રાજસ્થાને સરહદો ખુલ્લી મૂકી છે પરંતુ અઠવાડિયા પહેલા બનાસકાંઠાની અમીરગઢ, અંબાજી, અરવલ્લીની રતનપુર તેમજ સાબરકાંઠાની રાણી બોર્ડર સીલ કરાઈ હતી.
અટવાયેલા લોકો વતન પરત ફર્યા
રાજસ્થાન સરકારે અઠવાડિયા બાદ આંતરરાજ્ય સરહદો પરથી નિયંત્રણ હટાવી લેતા વાહનચાલકોમાં અને લોકોમાં આનંદ છવાયો હતો. રાજસ્થાનમાં પ્રવેશ મેળવનાર તમામ વાહનો નોંધણી ફરજીયાત બનાવી દેવામાં આવી છે. રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો પુનઃ તમામ વાહનચાલકો અને લોકો માટે ખુલ્લી મૂકી દેતાં લોકોમાં આનંદ છવાયો હતો. સરહદો સીલ કરતાં અટવાયેલા લોકો પરત વતન ફર્યા હતા. અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદ રતનપુર ચેકપોસ્ટ સહિત અન્ય બોર્ડર ખુલ્લી કરી દેતા વાહનોની અવરજવર રાબેતા મુજબની જોવા મળી હતી.કોરોનાને પગલે રાજસ્થાને અઠવાડિયું સરહદો બંધ કરી
રાજસ્થાનમાં કોરોનાના દર્દીઓનો આંકડો 7 દિવસ અગાઉ 11 હજારને વટાવતા અને મૃત્યુઆંક 256 થતાં રાજસ્થાન સરકારે અઠવાડિયા માટે આંતરરાજ્ય સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં રાજસ્થાને ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની અડતી તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દીધી હતી. રાજસ્થાન રાજ્યમાં પ્રવેશવા માટે અને રાજ્યની બહાર જવા માટે કલેક્ટર કક્ષાના અધિકારીનો પાસ અમલી બનાવી દેવામાં આવતા વાહનચાલકો અને લોકોની અવર-જવર પર પ્રતિબંધ લાગી ગયો હતો.
Comments
Post a Comment