PMનું રાષ્ટ્રજોગ સંબોધન / PM સાંજે 4 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, કોરોનાના સમયમાં આ છઠ્ઠુ સંબોધન હશે
- મોદીએ 19 માર્ચના રોજ પ્રથમ સંબોધન કર્યું હતું, જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી
- મોદીએ 24 માર્ચના રોજ બીજુ સંબોધન કર્યું હતું, જેમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાષ્ટ્રજોગસંદેશ આપશે. PMO તરફથી જારી સૂચના પ્રમાણે મોદી સાંજે ચાર વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ છઠ્ઠુ રાષ્ટ્રજોગ સંબોધન હશે, જે કોરોનાના સમયમાં આપશે.
કોરોનાના સમયમાં પ્રધાનમંત્રી મોદીના અત્યાર સુધીના સંબોધન
- 19 માર્ચ- પ્રથમ સંબોધનમાં જનતા કર્ફ્યૂની જાહેરાત
- 24 માર્ચ-બીજા સંબોધનમાં 21 દિવસનું લોકડાઉન
- 03 એપ્રિલ-ત્રીજા સંબોધનમાં દીપ પ્રગટાવવાની અપિલ
- 14 એપ્રિલ-ચોથા સંબોધનમાં લોકડાઉન-2ની જાહેરાત
- 12 મે-20 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત, લોકડાઉન 4.0ની જાહેરાત
Comments
Post a Comment