આજરોજ તા.૧૨/૦૬/૨૦૨૦ ના જી.કે જનરલ હોસ્પિટલ, ભુજ માંથી બે દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેઓને રજા આપવામાં આવી.
*આજરોજ તા.૧૨/૦૬/૨૦૨૦ ના જી.કે જનરલ હોસ્પિટલ, ભુજ માંથી બે દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેઓને રજા આપવામાં આવી. જેમની વિગતો નીચે મુજબ છે.*
*૧. શ્રી શિવજીભાઇ કાનજીભાઈ પટેલ ઉ.વ. ૭૧ જેઓ માંડવી તાલુકાના મોટા રતાડીયા ગામના રહેવાસી છે અને તા.૨૦/૦૫/૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવેલ હતા*
*૨. શ્રીમતી ખાતીજાબેન આદમભાઈ ખત્રી ઉ.વ. ૬૮ જેઓ રાપર શહેરના રહેવાસી છે અને તા. ૨૮/૦૫/૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવેલ હતા*
*ઉપરોક્ત બન્ને દર્દીઓને BI-PAP MODE OF VENTILATION પર પણ રાખવામાં આવેલ. ત્યાર બાદ હાઈલેવલ ઓક્સિજન પર રાખ્યા બાદ તેમની તબિયતમાં સુધારો થયેલ છે. કોરોનાને પરાસ્ત કરી સાજા થતા તેઓને ઘેર જવા ઉત્સાહપૂર્વક રજા આપવામાં આવી*
*અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો ૭૪*
*આજની તારીખે એક્ટિવ પોઝીટીવ કેસો ૧૮*
Comments
Post a Comment