કચ્છ ભુજ , અંજાર આદિપુર , ગાંધીધામમાં દોઢથી બે ઈંચ મેઘવરસ્યો
ભુજઃ પૂર્વ કચ્છમાં આજે બપોરે ફરી એકવાર મેઘમહેર રેલાઈ હતી . વીજળીના કડા બાળકા સાથે વાગડના આધોઈ , કંથકોટ , જંગી , નવા અને જૂના કટારીયા , હલરા , લખપત , સરદારનગર , રામપર વગેરે ગામોમાં ધોધમાર બેએક ઈંચ વરસાદના વાવડ છે . જેના લીધે ઠેર ઠેર નદી - નાળાં બેકાંઠે વહેવા માંડ્યા હતા . રાપર તાલુકાના વિવિધ ગામોમાં પણ વાવણીલાયક વરસાદના વાવડ છે .
અંજાર , ગાંધીધામ , આદિપુર અને જિલ્લા મથક ભુજમાં પણ દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો . જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અંજારમાં બપોરે બેથી ચારમાં 22 , ચારથી છથી 14 અને છથી આઠમાં 8 મિલીમીટર વરસાદ સાથે આજે કુલ 44 મિલીમીટર વરસાદ વરસ્યો છે . તો , ગાંધીધામમાં ચારથી છમાં 28 મિ.મી. સાથે આજે 32 મિ.મી. વરસાદ વરસ્યો છે . જિલ્લામથક ભુજમાં ચારથી છમાં 21 અને છથી આઠમાં 15 મિ.મી. સાથે 36 મિ.મી. વરસાદ વરસ્યો છે . જ શહેર સાથે માધાપર , કુકમા , આહીરપટ્ટીના વિવિધ ગામોમાં પણ મેઘમહેર હતો .


Comments
Post a Comment