12 ઓગસ્ટ સુધી રેગ્યુલર ટ્રેન નહીં ચાલે, 1 જુલાઇથી 12 ઓગસ્ટ સુધીનું બુકિંગ હશે તો 100 ટકા રિફન્ડ; 230 સ્પેશ્યલ ટ્રેનો ચાલતી રહેશે

  • રેલવે બોર્ડે સર્ક્યુલર જાહેર કર્યું, સ્પેશ્યલ ટ્રેનો ચાલતી રહેશે
  • અત્યારે 230 જેટલી મેલ અને સ્પેશ્યલ ટ્રેનો ચાલી રહી છે
  • નવી દિલ્હી. ગુરૂવારે રેલવે વિભાગે જાહેરાત કરી હતી કે હવે 12 ઓગસ્ટ સુધી કોઇ પણ રેગ્યુલર ટ્રેન ચલાવવામા નહીં આવે. મતલબ કે 12 ઓગસ્ટ સુધી પેસેન્જર, એક્સ્પ્રેસ ટ્રેનોનું સંચાલન નહીં થાય. જે લોકોની ટિકિટ 12 ઓગસ્ટ સુધી બુક છે તેમને રેલવે 100 ટકા રિફન્ડ આપશે. ગુરૂવારે રેલવે બોર્ડે તેનું સર્ક્યુલર જાહેર કર્યું હતું. બોર્ડના નિર્ણય અનુસાર આ સમયગાળામાં સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામા આવશે.

    નવા નિર્ણયની અસર કઇ ટ્રેનના પ્રવાસીઓ પર પડશે ?
    દરેક રેગ્યુલર મેલ, એક્સપ્રેસ, પેસેન્જર અને સબ અર્બન ટ્રેનોને 12 ઓગસ્ટ સુધી કેન્સલ કરવામા આવી છે. તેમાં ટિકિટ બુકિંગ નહીં થઇ શકે.

    શું તાજેતરમાં શરૂ કરવામા આવેલી કોઇ ટ્રેન ચાલુ રહેશે ?
    મહારાષ્ટ્રના મુંબઇમાં હમણા જ લોકલ ટ્રેન સેવા શરૂ કરવામા આવી હતી. તે લિમિટેડ લોકો માટે સ્પેશ્યલ સેવા છે. આ સર્વિસ ચાલુ રહેશે.

    જો કોઇએ ટિકિટ બુક કરાવી લીધી હોય તો ?
    આ ટ્રેનોમાં 1 જુલાઇથી 12 ઓગસ્ટ વચ્ચે મુસાફરી કરવા માટે જો કોઇએ ટિકિટ બુકિંગ કરાવી હશે તો તેને કેન્સલ ગણવામા આવશે. રેલવેએ કહ્યું છે કે મુસાફરોને 100 ટકા રિફન્ડ આપવામા આવશે.

    રેગ્યુલર ટ્રેન સેવા શરૂ ન કરવા અંગે નિર્ણય શા માટે ?
    રેલવેએ પહેલા પણ 30 જૂન સુધી રેગ્યુલર ટ્રેન સર્વિસ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે તેને 12 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. સૂત્રોએ જણાવ્યું કે દેશમાં વધી રહેલા કોરોનાવાયરસ કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામા આવ્યો છે.

    હવે પ્રવાસીઓ પાસે શું વિકલ્પ છે ?
    રેલવેએ કહ્યું કે 230 મેલ અને સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે અને તે ચાલતી રહેશે. રેલવેએ અગાઉ જાહેર કર્યું છે કે જરૂરિયાત જણાશે તો વધુ સ્પેશ્યલ ટ્રેન ચલાવવામા આવશે.









Comments