કચ્છમાં મોડી સાંજે કોરોના ના વધુ બે પોઝિટિવ કેસ આવતા કુલ આંકડો 101/ BSF જવાન અને રામપર વેકરાની મહિલાને કોરોના

 , ભુજઃ કચ્છમાં આજે મોડી સાંજે કોરોનાના વધુ બે પોઝીટીવ નોંધાતાં કુલ દર્દીનો આંકડો 101 પર પહોંચી ગયો છે . લખપતમાં ફરજ બજાવતાં મહાવીરસિંહ નામના બીએસએફના જવાન અને માંડવીના રામપર વેકરા ગામની 56 વર્ષિય અમરબાઈ ડી . કેરાઈ નામની કેન્સરગ્રસ્ત મહિલાના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે .

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે , બંને દર્દીએ ભુજની ખાનગી હોસ્પિટલ મારફતે અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં તેમના સેમ્પલ મોકલ્યા હતા . મોડી સાંજે બંનેના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે . બીએસએફના જવાન દિલ્હીથી duty  જોઈન કરવા લખપતના ગુનેરી આવ્યો હતો અને બીએસએફ દ્વારા તેને ક્વૉરાઈનમાં રખાયો હતો . જવાનને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ ચાલી રહી છે . માંડવીની મહિલાનું ઓપરેશન થવાનું હોઈ સેમ્પલ લેવાયું હતું . જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે . મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી , કોન્ટેક્ટ હિસ્ટ્રી સહિતની વિગતો તંત્ર દ્વારા મેળવાઈ રહી છે . ઉલ્લેખનીય છે કે , આજે સાંજે કોરોનાના 4 પોઝીટીવ કેસ નોંધાયા હતા . મોડેથી વધુ બે પોઝીટીવ કેસ સાથે આંકડો સદીને વટાવી 101 પર પહોંચી ગયો છે .




Comments