રાપર તાલુકા મા ગાગોદર અને આજુબાજુ ના ગામો મા ગાજવીજ સાથે જોરદાર વરસાદ થયો હતો જેના લીધે સમગ્ર ગાગોદર ગામ મા ધુટણ સમાન પાણી ભરાઈ ગયા હતા અંદાજે એક થી સવા ઈંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે
રાપર તાલુકા મા અડધા થી એક ઈંચ જેટલો વરસાદ થયો
રાપર
છેલ્લા ત્રણ દિવસથી નિસર્ગ વાવાઝોડા ની અસર વચ્ચે વરસાદ ના ઝાપટાં પડયાં પડી રહ્યા છે ત્યારે આજે પણ મેઘરાજા એ મહેર કરી હોય અવિરત વરસાદ ના ઝાપટાં ચાલુ રહયા હતા આજે આડેસર. ભીમાસર. પદમપર પ્રાગપર. વલ્લભપર. કિડીયાનગર. નંદાસર. રવ. ડાવરી. ત્રંબૌ સુવઈ. ગવરીપર સહિતના વિસ્તારોમાં વરસાદ ના ઝાપટાં પડયાં હતાં તો તાલુકા મથક રાપર મા જોરદાર વરસાદ ના ઝાપટાં રૂપી અડધો ઈંચ જેટલું પાણી પડયું હતું શહેર ની મુખ્ય બજારોમાં જોસભેર પાણી વહી નિકળ્યા હતા તો અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ થયા ના અહેવાલો છે આડેસર. પ્રાગપર. વલ્લભપર. કલ્યાણપર નંદાસર. રવ સહિત ના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે જેમાં અમુક જગ્યાએ ઝાપટાં રુપી અડધો ઈંચ તો કોઈ જગ્યા એ એકાદ ઈંચ વરસાદ પડ્યો હોવા ના અહેવાલો મળી રહ્યા છે આજે બપોરે બે વાગ્યે તાલુકા મથકે વરસાદ શરૂ થયો હતો જે પંદર વીસ મિનિટ સુધી રહેતા પાણી પાણી થઈ ગયું હતું વરસાદ ના લીધે ગરમી મા લોકો ને રાહત થઈ હતી ગાજવીજ સાથે વરસાદ ના વાતાવરણ વચ્ચે ખેડૂતો મા આનંદ ની લાગણી વ્યાપી છે અને વાવણી માટે તૈયારી કરવા લાગ્યા છે


Comments
Post a Comment