નિર્ણય કચ્છની 19 સહકારી બેંકો પર પણ હવે RBI લગામ
- સરકારના વટહુકમથી ગ્રાહકોને બચતની ગેરંટી મળશે
- હવેથી બેંકો પોતાના નહીં પરંતુ આર.બી.આઇ.ના ધારા ધોરણ મુજબ ચાલશે
ભુજ. કચ્છની 19 સહિત દેશની શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંકો પર આર.બી.આઇ.એ લગામ કસતાં ખાતેદારોને હવે પોતાની થાપણોની સુરક્ષા મળશે.
લોકોને સહકારી ક્ષેત્રની બેંકોમાં વિશ્વાસ બેસશે અને પોતાની થાપણોની સુરક્ષા મળશે
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે વટહુકમ બહાર પાડીને શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ મળી તમામ સહકારી બેંકોને આર.બી.આઇ.ના દાયરામાં લઇ લીધી છે. અગાઉ સહકારી બેંકોનું સહકારી બેંક એક્ટ હેઠળ વહીવટ કરાતું હતું, જે હવે આર.બી.આઇ. રેગ્યુલેશન એક્ટ મુજબ કરાશે. અગાઉ પણ સહકારી બેંકોનું ઓડિટ અને ઇન્સ્પેક્શન તો આર.બી.આઇ. દ્વારા જ થતું હતું પરંતુ તેના પર અંકુશ જે-તે રાજ્યના રજિસ્ટ્રાર અને આર.બી.આઇ. દ્વારા રાખવામાં આવતો હતો, જે અંકુશ એકમાત્ર આર.બી.આઇ.ના હાથમાં રહેશે. કોઇ બેંકની ડિપોઝિટ જોખમમાં મુકાય અથવા કોઇ બેંક નાદારી જાહેર કરે તો તેવા સંજોગોમાં બેવડા અંકુશથી જવાદબારીની ફેંકાફેંક થતી હતી. સરકારના આ નિર્ણયથી કચ્છની 19 સહિત દેશની 1482 કો-ઓપરેટીવ અને 58 મલ્ટી સ્ટેટ બેંકો હવેથી રાજ્યના રજિસ્ટ્રાર નહીં પરંતુ એકમાત્ર આર.બી.આઇ.ના દાયરામાં આવી જશે, જેના કારણે લોકોને સહકારી ક્ષેત્રની બેંકોમાં વિશ્વાસ બેસશે અને પોતાની થાપણોની સુરક્ષા મળશે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.તાલુકાવાર કો-ઓપરેટીવ બેંક તાલુકો બેંકની સંખ્યા અબડાસા 2 અંજાર 3 ભચાઉ 1 ભુજ 2 ગાંધીધામ 1 લખપત 1 માંડવી 3 મુન્દ્રા 1 નખત્રાણા 2 રાપર 3 કુલ 19
Comments
Post a Comment