આરોપ સોનુ સૂદને બાંદરા ટર્મિનસ પર શ્રમિકોને મળવાથી રોક્યો
મુંબઈ. છેલ્લા કેટલાક સમયથી શ્રમિકોને મદદરૂપ થઈ રહેલા સોનુ સૂદની શિવસેનાના સાંસદ સંજય રાઉત દ્વારા કરવામાં આવેલી ટીકાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બાંદરા ટર્મિનસ પર શ્રમિકોને મળવાથી તેને પોલીસે રોક્યો હતો. સોમવારે રાત્રે તે શ્રમિક સ્પેશિયલમાં જનારા શ્રમિકો માટે વ્યવસ્થા જોવા ગયો ત્યારે રેલવે પોલીસે તેને સ્ટેશનની બહાર જ રોકી દીધો હતો.શ્રમિક સ્પેશિયલ સોમવારે રાત્રે બાંદરા ટર્મિનસથી ઊપડીને ઉત્તર પ્રદેશ જવાની હતી.
તેની ટીકા કરવા માટે મહારાષ્ટ્ર સરકાર સામે પ્રશ્ન ઉપસ્થિત કર્યો
નિર્મલ નગર પોલીસ સ્ટેશનને સિનિયર પીઆઈ શશીકાંત ભંડારેએ જણાવ્યું કે સોનુને આરપીએફ દ્વારા રોકવામાં આવ્યો હતો. તે વતન જતા શ્રમિકોને મળવા માટે ગયો હતો. જોકે અમને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી.સંજય રાઉતે રવિવારે સોનુ સૂદ પાછળ ભાજપ હોવાનો આરોપ કર્યો હતો. મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર કશું કરતી નથી એવું બતાવવા માટે ભાજપ દ્વારા સોનુ સૂદના માધ્યમથી શ્રમિકોને મદદ કરવાનો દેખાડો ઊભો કરવામાં આવ્યો છે એવો આરોપ તેમણે કર્યો હતો. રાઉતે 2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે સોનુ સામે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં તેણે કબૂલ કર્યું હતું કે તેના વિધિસર સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ થકી વિવિધ મંચો પર ભાજપની આગેવાની હેઠળની સરકારને પ્રમોટ કરતો હતો એવો પણ આરોપ કર્યો હતો. આ પછી સોનુ રાત્રે માતોશ્રીમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા ગયો હતો. સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોનુનાં કાર્યોની સરાહના કરી હતી અને તેની ટીકા કરવા માટે મહારાષ્ટ્ર સરકાર સામે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો


Comments
Post a Comment