અંજાર અને ભુજ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

૨૨/૬ સુધી અમલી 

ભુજ : કચ્છ જિલ્લાના અંજાર શહેરની લાયન્સ કલબ શારદા વિધાલયની સામે ઘર નં .૭૫ થી ૯૧ ને તા .૨૨ / ક અને ભુજ શહેરના પ્રમુખસ્વામી નગરની શેરી નં .૧૧ ના મકાન નં .૧૫૮ થી ૧૭૯ , ને તા . ૨૩ / ૬ સુધી કોવીડ -૧૯ માઈક્રો કન્ટેન્સેન્ટ ઝોન તરીકે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા જાહેર કરવામાં આવ્યો છે . આ બન્ને વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાં , આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર - જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે . આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ . જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે . આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું જિલ્લા કલેકટર પ્રવીણા ડી કે દ્વારા  જાહેર કરવામાં આવ્યો છે 

Comments