ખાસ વેબિનાર, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજરી આપશે/29 જૂને સાંજે 5 વાગે ઝૂમ અને યુ ટ્યુબ પર લાઈવ
29 જૂને સાંજે 5 વાગે ઝૂમ અને યુ ટ્યુબ પર લાઈવ
અમદાવાદ. કોરોના બાદ ન્યૂ નોર્મલ શબ્દ દરેકના જીવનનો હિસ્સો થઇ ગયો છે. લાઇફ સ્ટાઇલની સાથે એજ્યુકેશન સિસ્ટમમાં પણ શું થઇ શકે એની ચર્ચા શરૂ થઇ ગઇ છે. દિવ્ય ભાસ્કર નોલેજ સીરિઝ અંતર્ગત આગામી
29મી જૂને સાંજે 5 વાગે ‘ન્યુ એજ્યુકેશન સિસ્ટમ ફોર ન્યુ નોર્મલ’ વિષય પર ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
યુટ્યૂબ પર લાઇવ જોઇ શકાશે
પેનલિસ્ટમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ખાસ હાજરી આપશે. સાથે, ઉચ્ચ
અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ અંજુ શર્મા, એટીએમસી એજ્યુકેશન ગ્રુપના ચેરમેન ડૉ. મનીષ મલ્હોત્રા, આનંદ નિકેતન ગ્રુપના કમલ મંગલ, સત્વવિકાસ સ્કૂલના રાજા પાઠક પણ જોડાશે. નોલેજ પાર્ટનર એબ્રોડ યુનિફાઇડ પથવે પ્રોગ્રામ છે. આ વેબિનાર ઝૂમ અને યુ ટ્યુબ પર લાઇવ
જોઇ શકાશે.
Comments
Post a Comment