ગાંધીધામની યુવતી સાથે ભુજમાં દુષ્કર્મ કરનાર આરોપી જબ્બે




ગાંધીધામની યુવતી સાથે ભુજમાં દુષ્કર્મ કરનાર આરોપી જબ્બે

ભુજ. ગાંધીધામની યુવતી સાથે ભુજમાં દુષ્કર્મ કરનાર અંજારનો આરોપી પોલીસના હાથે દબોચાયો. ગાંધીધામ ખાતે રહેતી યુવતી સાથે અંજારના આરોપી આસિફ લોઢીયાએ ફેસબુકમાં અરચિત ઠકકર નામની ખોટી આડી બનાવ પોતાની ઓળખ છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદ લગ્ન કરવાના ઇરાદે ભુજ લઇ આવ્યા બાદ ભાડાના મકાનમાં રાખનીને તેણી સાથે દુષ્કર્મ ગુજારી નાશી ગયો હતો.
બનાવ સંદર્ભે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મનસ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ દરમિયાન ગુરૂવારે અંજારના આરોપી આસિફ અબ્દુલ્લા લોઢીયા (ઉ.વ.27)ને પકડી પાડ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, આરોપી દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું મેડીકલ પરિક્ષણ કરાવાતાં યુવતીને કોરોના પોઝેટીવ આવ્યો હતો. હાલ પોલીસે આરોપી આસિફ લોઢીયા વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Comments