આજે ભગવાન જગન્નાથ મંદિર પરિસરમાં જ પરિક્રમા કરશેઃ આંખો પરથી પાટા ખોલવામાં આવ્યાં

  • જિલ્લામાં ભગવાન જગન્નાથજી આજે ક્યાંય નગરચર્યાએ નિકળશે નહીં
  • સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવી
  • ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો
  • અમદાવાદ. મંગળા આરતી બાદ હવેભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં છે અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. વહેલી સવારે 4 વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. મહત્વનું છે કે, મંગળા આરતી માટે ગૃહપ્રધાન અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ અમુક કારણોસર હાજર રહી શક્યા નહોતા. ત્યારે પ્રદિપસિંહ જાડેજા સહિત અમદાવાદના મેયર બિજલ પટેલે આરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત એક પણ ભક્તને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા.
  • મોડી રાત્રે હાઇકોર્ટે રથયાત્રા કાઢવાની મનાઇ ફરમાવી
    શહેરમાં અષાઢી બીજે એટલે કે આજે(23 જૂન) ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાઈ છે. મોડી રાત્રે હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ હાઈકોર્ટે સરકારની રથયાત્રા કાઢવા માટેની અરજી ફગાવી દીધી છે અને રથયાત્રા કાઢવાની સ્પષ્ટપણે ના પાડી દીધી છે. ત્યારે જગતનો નાથ હવે નિજમંદિરમાં જ રથ પર બિરાજમાન થઈ મંદિર પરિસરમાં જ ફરશે.હાઇકોર્ટ આ વિશે જણાવતા કહે છે કે, ‘આવી મહામારીની પરિસ્થિતિમાં કોર્ટ લોકોના જીવની ચિંતા કરે છે છે.’ હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં. પરંતુ, મંદિરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખી હાઇકોર્ટે રથયાત્રા કાઢવા માટે હાઇકોર્ટે સરકારની માગણી નકારી છે.

Comments