વરસાદની આગાહીને પગલે કલેક્ટરની વીડિયો કોન્ફરન્સ

ભુજ. રેવેન્યૂ અધિકારીઓની કોરોના કારણે રેગ્યુલર મિટિંગ યોજી શકાઇ ન હતી. હવે રેવેન્યૂ સહિત તમામ વહીવટી કામગીરી ધબકતી કરવા કલેક્ટરની જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રેવેન્યૂ, પુરવઠા, કોવીડ-19 સહિતની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. વધુમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ, તમામ મહેસૂલી અધિકારીઓ સાથે જિલ્લામાં વરસાદની આગાહી સંદર્ભે તકેદારીના પગલા સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ અપાઇ હતી.

Comments