3 ટ્વિટ કરી PM નરેન્દ્ર મોદીએ કચ્છી નવવર્ષની શુભેચ્છાઓ પાઠવીઃ CM નું રીટ્વિટ
II વડાપ્રધાને કચ્છી ભાષામાં પ્રથમ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે , “ આવનારું નવું વર્ષ બરકતવાળું નીવડે , સચરાચર વરસાદ વરસે , કચ્છી ભાઈ - બહેનો સદાય ખુશ રહે અને સહુનું આરોગ્ય સારું રહે તેવી કચ્છના કુળદેવી મા આશાપુરા પાસે અરજ કરું છું . ” બીજા ટ્વિટમાં તેમણે “ કચ્છડો ખેંલે ખલકમેં , જીં મહાસાગરમેં મચ્છ.’ની વિખ્યાત પંક્તિ ટાંકી કચ્છીમાં જણાવ્યું છે કે , કચ્છના ભવ્ય અને અણમોલ સાંસ્કૃતિક વારસાને સાચવનારી કચ્છની ખડતલ અને ખમીરવંતી પ્રજા , દેશ - પરદેશમાં વસેલાં સવાયા કચ્છી ભાઈ - બહેનોને આજે અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષના પાવન અવસરે લાખ લાખ વધાઈ આપું છું . ” જ્યારે , અંગ્રેજીમાં કરેલા ત્રીજા ટ્વિટમાં તેમણે શુભેચ્છા આપતાં જણાવ્યું છે કે , “ અષાઢી બીજના ખાસ અવસરે કચ્છી પ્રજાને શુભેચ્છા પાઠવું છું . મહાન સંસ્કૃતિ અને શૌર્ય માટે કચ્છી પ્રજા જાણીતી છે . નવું વર્ષ આનંદ અને આરોગ્યપ્રદ બની રહે તેવી પ્રાર્થના . ” વડા પ્રધાનના આ ટ્વિટને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોએ રીટ્વિટ કર્યું છે . સાંસદ વિનોદ ચાવડાએ કચ્છી જનતા વતી પીએમ મોદીનો આભાર માન્યો છે . મુખ્યમંત્રી રૂપાણીએ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ સહુ કચ્છીઓને નવ વર્ષની શુભેચ્છા પાઠવી હતી .
Comments
Post a Comment