સ્કૂલ રીઓપન પ્લાન શાળાઓ તબક્કાવાર શરૂ થશે, પહેલા ધો- 11 અને 12 અને બે અઠવાડિયા પછી બીજા ધોરણો શરૂ કરાશે

  • શાળામાં બાળકો પોતાનો નાસ્તો કે પાણી પણ બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરી શકશે નહીં
  • દરેક બેન્ચ પર વિદ્યાર્થીનું નામ લખવું પડશે, દરરોજ એ જ બેન્ચ પર વિદ્યાર્થીને બેસાડવાનો રહેશે
  • ગાંધીનગર. કોરોનાના કહેરને પગલે ચાર લોડડાઉન લાદવામાં આવ્યા હતા. પરંતુ અનલોક 1 સહિત રાજ્યભરમાં છૂટછાટો અપાઈ છે. ત્યારે શિક્ષણને પણ શરૂ કરવા માટે ગુજરાત સહિત દેશભરમાં સ્કૂલો શરૂ કરવા માટે NCERT દ્વારા ડ્રાફ્ટ પ્લાન તૈયાર કર્યો છે, જેમાં સૌ પ્રથમ ધોરણ 11 અને 12 શરૂ કરવામાં આવશે, ત્યારબાદ 2 કે 3 અઠવાડિયા બાદ તબક્કા વાર અન્ય ધોરણો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત એક વર્ગમાં 30થી 35 જ વિદ્યાર્થીઓ અને તે પણ 6 ફૂટના ડિસ્ટનસ સાથે બેસાડવામાં આવશે

    NCERT દ્વારા શાળાઓ શરૂ કરવાનો તૈયાર કરેલો ડ્રાફ્ટ પ્લાન

    • શાળામાં AC બંધ રાખી, બારી દરવાજા ખુલ્લા રાખી વિદ્યાર્થીઓને ભણાવવા
    • દરેક વિદ્યાર્થીઓ પોતાની પાણીની બોટલ માંથી કોઈ બીજાને પાણી કે નાસ્તો આપવો નહીં
    • દરેક બેન્ચ ઉપર વિદ્યાર્થીનું નામ લખવું અને એ વિદ્યાર્થી દરરોજ એ જ બેઠક પર બેસશે
    • સવારની સ્કૂલમાં સભા રાખવી નહીં, રિશેષનો સમય પણ 10થી 15 મિનિટનો રાખવો, તેમાં વિદ્યાર્થીઓ કલાસરૂમમાં બેસીને જ નાસ્તો કરશે.
    • શાળામાં કોઈ પણ ફંક્શન રાખવું નહી

Comments