આદિપુરમાં મકાન ખાલી કરવાની પડોશીઓની ટકોરને પગલે બે ઉપર કાર ચડાવી

મકાન ખાલી કરાવવાના મુદ્દે ભાડુત અને દલાલ સહિત ચાર જણનું કૃત્ય


આદિપુરમાં રહેતા અરજણ વાલા ચાવડા- આહીરે પોતાની તેમ જ પડોશી શામજી મયાત્રાની કાર ચડાવી હત્યા કરવાના મુદ્દે પોતાના પડોશી રોહિત બલદાણીયાના મકાનના ભાડુત પરબત ભરવાડ અને દલાલ કાંતિભાઈ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ કરી છે.
પરબત ભરવાડને ત્યાં કચ્છ બહારની પાસિંગની ગાડીઓમાં આવતા અજાણ્યાં શખ્સોની અવરજવર અંગે કોરોનાને ધ્યાને લઈને ટકોર કરતાં હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું ફરિયાદી  અરજણ ચાવડાએ જણાવ્યું છે. કોરોના હોઈ સોસાયટીમાં આવેલા બહારના લોકોને અહીં અવરજવર નહીં કરવાની ટકોર કરાયા બાદ ઉશ્કેરાયેલા પરબત ભરવાડ, કાંતિ  દલાલ અન્ય બે  શખ્સોએ લોખંડનો પાઇપ મારી કાર ચડાવી હત્યા તેમને કચડીને મારી નાખવાના પ્રયાસ બદલ ચાર સામે ફરિયાદ લખાવી છે. પોલીસે તપાસ હાથ  ધરી છે.

Comments